GSTV

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

સાઉદી અરેબિયાએ તેની વિઝા ફીમાં લગભગ છ ગણો વધારો કર્યો છે, જેની અસર હજ યાત્રા પર થશે અને મુસાફરી મોંઘી થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઘણા મુસ્લિમ દેશો સાઉદી અરેબિયાના આ પગલાથી નારાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે એક જ એન્ટ્રી વિઝા 93 ડોલરનો ખર્ચ થશે, જેથી વધારીને 533 ડોલર ખર્ચ આવશે એક મલ્ટિપલ વિઝા પર entryમાં 6 મહીનાનાં વીઝા પર 800 ડોલર અને એક વર્ષના વિઝા પર 1,333 ડોલર ખર્ચ આવશે. સુધારેલી વિઝા ફી તમામ પ્રવાસીઓ, ધાર્મિક અથવા વ્યવસાયિક મુલાકાતીઓને લાગુ પડશે. જો કે, પ્રથમ વખત મુસાફરી કરનારાઓને મુક્તિ આપવામાં આવી છે.

અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના સાઉદી નાણાં અને અર્થશાસ્ત્રના મંત્રાલયોની ભલામણો પર આધારિત હતી, જે 2 ઓક્ટોબરના રોજ અમલમાં આવી હતી અને નવા ઇસ્લામી વર્ષની શરૂઆત સાથે સુસંગત છે. નવા નિયમોને તેલ પર રાજ્યની અવલંબન ઘટાડવા અને ઇમિગ્રેશન ફી સહિત અન્ય ક્ષેત્રોમાં આવક વધારવા માટેના વ્યાપક અભિયાનના ભાગ રૂપે જોવામાં આવી રહ્યા છે.

તેલના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક સાઉદી અરેબિયામાં તેલના ઘટાડાથી ભારે અસર થઈ છે. સપ્ટેમ્બરમાં, સાઉદી સરકારે જાહેરાત કરી કે તે પ્રથમ વખત નાગરિક કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ઘટાડો કરશે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફી વધારવાનું પગલું રાજ્ય માટે ખૂબ મહત્વનું હોઈ શકે, કેમ કે દર વર્ષે લાખો મુસ્લિમો મક્કા અને મદીનાની યાત્રા કરે છે. આ પગલું ઘણા મુસ્લિમ દેશો અથવા મોટી મુસ્લિમ વસ્તી નારાજ માનવામાં આવે છે.

READ ALSO

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!