GSTV

સાઉદી ગઠબંધને મોટા હુમલો કર્યો નિષ્ફળ/ વિસ્ફોટકો સાથે આવી રહેલ શીપ તોડી પાડી, 108 હૂતિઓના મોત

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

યમનમાં ચાલી રહેલ લડાઈ સતત વધતી જ જઈ રહી છે. હૂતિ વિદ્રોહીઓ સાથે યુદ્ધ કરી રહેલ સાઉદી આરબના ગઠબંધને બુધવારે વિસ્ફોટકો સાથે આવી રહેલ 2 શીપ પર હુમલો કરી તબાહ કરી દીધી છે. સાઉદી અરબના સરકારી ટીવી ચેનલનું કહેવું છે કે ઈરાનના સમર્થન વાળા આ કટ્ટરપંથી સંગઠન લાલ સાગરના દક્ષિણમાં એક મોટો હુમલો કરવાની ફિરાકમાં હતું. જેને સમય રહેતા નિષ્ફળ બનાવી દીધો હતો. જોકે, સ્થાનિક મીડિયાએ એ નથી જણાવ્યું કે ક્યાં સ્થળે આ હુમલો કરવામાં આવ્યો હતો.

સાઉદી

સાઉદી સંગઠને વધુ એક મોટો દાવો પણ કર્યો છે કે સમાચાર એજન્સી એએફપી અનુસાર, ગઠબંધનનું કહેવું છે કે તેણે મારિબ શહેરના દક્ષિણમાં હવાઈ હુમલો કરી ઓછામાં ઓછા 108 વિદ્રોહીઓને ઠાર માર્યા છે. આ પહેલા ગઠબંધને મંગળવારે કહ્યું હતું કે તેણે એરસ્ટ્રાઇક કરીને 134 વિદ્રોહીઓને ઠાર માર્યા છે.

ગઠબંધનના એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘હુમલામાં હૂતિ વિદ્રોહીઓના નૌસેના જહાજો પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં તેના 134 સદસ્યોના મોત થયા છે. મારિબના અબ્દિયા જિલ્લામાં ડઝનેક એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, મારિબ શહેર ઉત્તર યમનમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત સરકારનો અંતિમ ગઢ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!