GSTV
India News Trending

તિહાર ઓફિસરનો ધડાકો/ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને vvip ટ્રીટમેન્ટ મામલે થયો મોટો ખુલાસો, ફિજિયોથેરાપિસ્ટ નહીં આ વ્યક્તિ પાસે કરાવી મસાજ

મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે હવે એક નવો ખુલાસો થયો છે. ભાજપે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈનના માલિશ કરનાર સગીરા પર દુષ્ક્ર્મ કરનાર આરોપી છે. તિહાડ જેલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જેલમાં બંદ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મસાજ કરનારો કેદી રીન્કુ છે. તે બળાત્કારના કેસમાં આરોપી છે, જેની પર POCSO એક્ટની કલમ 6 અને IPCની કલમ 376, 506 અને 509 હેઠળ આરોપ છે. તે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ નથી.

મસાજ આપનારો રેપિસ્ટ હતો

આ અહેવાલો સામે આવ્યા બાદ ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે, તો આ ફિઝિયોથેરાપિસ્ટ નહોતો સત્યેન્દ્ર જૈનને મસાજ આપનારો રેપિસ્ટ હતો. શોકિંગ… આ બાબતે કેજરીવાલે જરૂર જવાબ આપવો જોઈએ કે, તેમણે સત્યેન્દ્ર જૈનનો બચાવ કેમ કર્યો અને ફિઝિયોથેરાપિસ્ટને બદનામ કેમ કર્યો. ઉલ્લેખનિય છે કે, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ તાજેતરમાં જ કેટલાક વીડયો શેર કર્યા હતા, જેમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા.

ડુબી મરો કેજરીવાલ

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ આ મામલે ટ્વિટ કરીને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે. અલકા લાંબાએ કહ્યું કે ડુબી મરો કેજરીવાલ, બાળકીના બળાત્કારીઓ થકી જેલમાં બંધ નેતાઓની મસાજ કરાવશો, પછી બેશરમીથી તેના બચાવ કરવા ઉતરી આવશો. જણાવી દઈએ કે શનિવારે તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈનની બેરેકના CCTV ફૂટેજ વાયરલ થતા હડકંપ મચી ગયો હતો. વાયરલ ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન પોતાના સેલની અંદર મસાજ કરાવતા જોવા મળ્યા હતા. 

પગ અને શરીર પર માલિશ કરતો જોવા મળ્યો હતો

જેલ સેલમાં એક અજાણ્યો વ્યક્તિ મંત્રી સત્યેન્દ્ર જૈનના પગ અને શરીર પર માલિશ કરતો જોવા મળ્યો હતો. ઈડીએ આ અંગે કોર્ટમાં સમગ્ર મામલાની ફરિયાદ કરી છે અને જેલના સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપ્યા છે. સત્યેન્દ્ર જૈન તિહારની સાત નંબરની જેલમાં બંધ છે. સત્યેન્દ્ર જૈનને સુવિધાઓ આપવા બદલ જેલ અધિક્ષક સહિત ચાર જેલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ 35 થી વધુ જેલ અધિકારીઓ અને કર્મચારીઓની જેલ બદલવામાં આવી હતી.

દિલ્હીની એક કોર્ટમાં જૈનના વકીલ રાહુલ મેહરાએ આક્ષેપ કર્યો હતોકે, EDએ કોર્ટના આદેશની અવગણના કરી છે અને અને તેણે અપાયેલું વચન પણ તોડ્યું છે. ED સંવેદનશીલ જાણકારી લીગ કરી રહી છે. જોકે ઈડીના વકીલ જોહૈબ હુસેને આ આરોપોને નકારી દીધા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર  હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ

HARSHAD PATEL

ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું

GSTV Web Desk

જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ

GSTV Web Desk
GSTV