દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ જૈન સંબંધિત કોઈપણ સીસીટીવી ક્લિપ પ્રસારિત કરવા મીડિયાને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પાછી ખેંચી લીધી છે. તેના બદલે જૈન હાઈકોર્ટમાં જશે.

સીસીટીવી ફૂટેજ મીડિયાને લીક ન કરવા જોઈએ
તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન એક પછી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કોર્ટમાં ગયા હતા. સત્યેન્દ્ર જૈન વતી દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે સીસીટીવી ફૂટેજ મીડિયાને લીક ન કરવા જોઈએ. આ અરજી સત્યેન્દ્ર જૈન વતી તેમના વકીલ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
જેલમાં યોગ્ય ભોજન આપવામાં આવી રહ્યું નથી
મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈને અરજીમાં કહ્યું હતું કે તેમને જેલમાં યોગ્ય ભોજન આપવામાં આવી રહ્યું નથી. જૈને કોર્ટને અપીલ કરી હતી કે જેલ પ્રશાસનને જેલમાં તેમને પરંપરાગત ભોજન આપવાનો નિર્દેશ આપવામાં આવે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સુરત/ એથર ઈન્ડસ્ટ્રીઝની આગમાં 9ના મોત, નિષ્પક્ષ તપાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયધિશ પાસે કરાવવાની કોંગ્રેસની માગ
- જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી
- સુરત/ રાજ્યકક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં રેડિયન્ટ સ્કૂલની ટીમે મેળવ્યો કાંસ્ય પદક
- શર્મનાક ઘટના / છોકરી ભગાડી, તો પરિવારે છોકરાની માતાને નગ્ન કરી ગામમાં પરેડ કરાવી
- રણબીર કપૂરની ‘એનિમલ’એ બાપ-દીકરાને ભેગા કર્યાં, દોઢ વર્ષની નારાજગી એક ઝટકામાં ખતમ થઈ