GSTV

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન હોસ્પિટલમાં દાખલ: શ્વાસ લેવામાં તકલીફ, થશે કોરોના ટેસ્ટ

દિલ્હી

Last Updated on June 16, 2020 by Bansari

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું સ્વાસ્થ્ય લથડ્યુ છે. મંગળવારે તેમને દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ હતી, જે કોરોના વાયરસના લક્ષણોમાં સામેલ છે. સત્યેન્દ્ર જૈનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, તેમના ટેસ્ટનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવી જશે. હાલ હોસ્પિટલમાં તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સતત બેઠકોમાં ભાગ લઇ રહ્યાં હતા. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય અધિકારીઓ સાથે સતત અનેક બેઠકો કરી, ત્યારે સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રી તરીકે બેઠકમાં ઉપસ્થિત હતાં.

અરવિંદ કેજરીવાલનો પણ થયો કોરોના ટેસ્ટ

તેની પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પણ કોરોના વાયરસ ટેસ્ટ થયો હતો, ત્યારે તેમને તાવની ફરિયાદ હતી. જે બાદ કોરોના વાયરસ ટેસ્ટ થયો, જો કે તેનુ રિઝલ્ટ નેગેટિવ આવ્યુ હતું. અરવિંદ કેજરીવાલ બે દિવસ સુધી આરામ કર્યા બાદ ફરીથી કામે વળગી ગયા હતાં.

દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે અને સ્થિતિ બેકાબૂ થતી નજરે આવી રહી છે. મંગળવાર સવાર સુધીના આંકડાઓ અનુસાર દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસા કુલ 42829 કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 1400 લોકોના મોત થઇ ચુક્યા છે.

Read Also

Related posts

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ચાર ભારતીયોનાં મોત, ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા

Damini Patel

ભાજપે કરી પ્રદેશ કોર ગ્રુપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની સત્તાવાર જાહેરાત, રૂપાણી સરકારના આ ચાર મંત્રીઓનો સમાવેશ રાજકીય દ્રષ્ટિએ સૂચક

Bansari

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!