GSTV

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Last Updated on October 26, 2021 by Zainul Ansari

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. એક ઈન્ટરવ્યૂમાં સત્યપાલ મલિકે ન માત્ર ગોવા સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો સાથે તેમ પણ કહી દીધું કે આ સમયે કોઈ પણ સાચુ બોલવાની હિંમત કરી શકતું નથી.

સત્યપાલ મલિકે કહ્યું કે તેમણે ભ્રષ્ટાચારની જાણકારી વડાપ્રધાન મોદીને પણ આપી. આશા છે કે તેઓ આ મામલે કાર્યવાહી કરશે. આ સમગ્ર મુદ્દે વિપક્ષે ગોવાની સરકાર અને ભાજપને નિશાને લેવાનું શરૂ કરી દીધું છે. ટીએમસીએ તો ગોવાના મુખ્યપ્રધાનનું રાજીનામું માંગ્યું છે. ઈન્ટરવ્યૂમાં સત્યપાલ મલિકે કહ્યું કે હું ડરતો નથી. કોઈ સાચુ બોલવાની હિંમત નથી કરી શકતું.

સત્યપાલ મલિકનો ભાજપ સખ્ત નિવેદનોના ‘બોમ્બ’

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક એક પછી એક એવું નિવેદન આપી રહ્યા છે કે જે બીજેપી માટે મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે. ગોવામાં ભ્રષ્ટાચારથી લઈને જમ્મુ-કાશ્મીરમાં એક પ્રોજેક્ટની ડીલમાં અંબાણી અને rss નેતાનું નામ લઈને તેમણે રાજકીય ભૂંકપ લાવી દીધો છે. સત્યપાલ મલિક છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તેઓ એક પછી એક એવા નિવેદનો આપી રહ્યા છે કે જેનાથી રાજકીય ભૂંકપ આવ્યો છે. રાજકારણમાં ખળભળાટ પણ મચ્યો છે, જે બીજેપી માટે ચિંતો વિષય બની રહ્યો છે.

કૃષિ કાયદાને પરત લેવાનું સમર્થન


મોદી સરકારના સ્ટેન્ડથી ઉંધુ સત્યપાલ મલિકે પહેલા ત્રણ કેંદ્રીય કૃષિ કાયદાને પરત લેવાનું સમર્થન પણ કર્યું તો હવે જમ્મુ-કાશ્મીરમાં ડીલ અને ગોવામાં ભ્રષ્ટાચાર સુધીના મુદ્દાઓને લઈને તેઓ ચર્ચામાં રહ્યા છે. બીજેપીથી લઈને આરએસએસના નેતાને પણ તેઓ પોતાના નિશાના પર લઈ રહ્યા છે. સત્યપાલ મલિક છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ સરકાર વિરુદ્ધ રૂખ સાધ્યો છે.

ગોવાના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો

રાજ્યપાલે એક અહેલામાં ગોવામાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગોવામાં બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. પીએમ મોદીએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. મલિકે જણાવ્યું કે ગોવામાં બીજેપીની સરકાર કોરોનાને સારી રીતે કાબૂ મેળવી નથી શકી, અને હું મારા નિવેદનો સાથે જ છું. મલિકે એ પણ જણાવ્યું કે ગોવા સરકારે જે કંઈ પણ કર્યું તેમાં ભ્રષ્ટાચાર હતો. ગોવા સરકાર પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોના કારણે મને હટાવવામાં આવ્યો હતો. હું લોહિયાવાદી છું. મે ચરણ સિંહ સાથે સમય પસાર કર્યો છે. હું ભ્રષ્ટાચારને સાંખી નથી લઈ શકતો.

સત્યપાલ મલિકે કહ્યું, ‘ગોવા સરકાર દ્વારા ઘરે-ઘરે અનાજ વિતરણ કરવાની યોજના અવ્યવહારુ હતી. આ એક કંપનીના કહેવા પર કરવામાં આવ્યું હતું, જેણે સરકારને પૈસા આપ્યા હતા. મને કોંગ્રેસ સહિત ઘણા લોકોએ તપાસ કરવાનું કહ્યું હતું. મામલાની તપાસ કરીને વડાપ્રધાનને જાણ કરી હતી. તેમણે કહ્યું કે ગોવા સરકારના વર્તમાન રાજ્યભવન તોડીને નવી બિલ્ડિંગ બનાવવા માંગતી હતી, પરંતુ તેની કોઈ જરૂર નહોતી. તેમણે કહ્યું કે જ્યારે સરકાર નાણાકીય દબાણ હેઠળ હતી ત્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આજે દેશમાં લોકો સત્ય બોલતા ડરે છે.

કાશ્મીરમાં સંઘના નેતાઓ અને અંબાણી ડીલ

સત્યપાલ મલિકે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા ત્યારે તેમની પાસે બે ફાઈલો આવી હતી. એક ફાઈલમાં અંબાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી ફાઈલ આરએસએસના વરિષ્ઠ અધિકારી અને મહેબૂબા સરકારના મંત્રી સાથે સંબંધિત હતી. આ નેતાઓ પોતાને પીએમ મોદીની નજીક ગણાવતા હતા. રાજ્યપાલે કહ્યું હતું કે જે વિભાગો પાસે આ ફાઈલો છે તેના સચિવોએ તેમને કહ્યું હતું કે આ ફાઈલોમાં ગડબડ છે અને સચિવોએ પણ તેમને કહ્યું હતું કે તેમને આ બંને ફાઈલોમાં 150-150 કરોડ રૂપિયા મળી શકે છે. પરંતુ, તેણે આ બે ફાઈલો સંબંધિત સોદો કેન્સલ કર્યો હતો.

રાજ્યપાલ સત્યપાલ મલિકે વધુમાં જણાવ્યું કે હું બંને ફાઈલોને લઈને તુંરત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાસ આ મામલા અંર્તગત મુલાકાત કરવા ગયો હતો. આ મામલે મેં તેમને કહ્યું કે આ ફાઇલમાં મોટું કૌભાંડ છે, આ લોકો તેમાં સામેલ છે. બીજી તરફ આ તમામ લોકો તમારું નામ પણ લઈ રહ્યા છે. તમે મને કહો કે શું કરવું. મેં આમામલે પીએમને જણાવ્યું કે હું ફાઈલો પાસ નહીં કરું, જો મારે તે કરવાનું હોય તો હું પોસ્ટ છોડી દઉં છું, કોઈ બીજાથી કરાવો. હું વડાપ્રધાનના વખાણ કરીશ, તેમણે મને સ્પષ્ટ રીતે જણાવ્યું કે સત્યપાલ ભ્રષ્ટાચાર પર કોઈ બાંધછોડ કરવાની જરૂર નથી.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!