GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સાત્વિક-ચિરાગની જોડી ચાઈના ઓપન બેડમિંટન ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં

ભારતીય બેડમિંટન સ્ટાર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ ડ્રિમ રન જારી રાખતાં ચાઈના ઓપન બેડમિંટન ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સાત્વિક-ચિરાગની જોડીએ ગત વર્ષના વર્લ્ડ ચેમ્પિયન ચીનના લિ જુન્હુઈ અને લિયુ યુચેનને ૨૧-૧૯ અને ૨૧-૧૫થી પરાસ્ત કર્યા હતા. વર્લ્ડ રેન્કિંગમાં ૯મું સ્થાન ધરાવતી ભારતીય જોડીને સતત બીજી એલિટ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવવાની તક છે. તેઓ ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટમાં રનર્સઅપ રહ્યા હતા.

સાત્વિક-ચિરાગની જોડીએ ગત વર્ષે ઓગસ્ટમાં રમાયેલી થાઈલેન્ડ ઓપનની ફાઈનલમાં ચીનની આ જ જોડીને હરાવીને ટાઈટલ જીત્યું હતુ. ભારતીય જોડીએ ચીની જોડી સામે આ સતત બીજી મેચ જીતી હતી.

ચાઈના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં સાત્વિક-ચિાગે ૪૩ મિનિટના સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી. હવે સેમિ ફાઈનલમાં તેમનો મુકાબલો ટોપ રેન્ક ધરાવતા માર્કસ ફેર્નાલ્ડી જિડેઓન અને કેવિન સંજયા સુકામુલ્જો સામે થશે. ચિરાગ-સાત્વિક આ જ જોડી સામે પેરિસમાં ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં હાર્યા હતા.

Read Also

Related posts

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel

મોદી સરકારની મદદથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ, દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી

Mansi Patel

સચિન તેંડુલકર વીરેન્દ્ર સેહવાગને બીરબલ કહેતો હતો, વીરુ પણ ચાર વર્ષ સુધી માસ્ટર બ્લાસ્ટરને કોઈ ખાસ વસ્તુ માટે ચીડવતો હતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!