GSTV

સ્વાદના રસીકો માટે અમદાવાદના આ સ્થળે શરૂ થયો સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલ, આ વિસ્તારની વાનગીએ જમાવ્યું આકર્ષણ

Last Updated on December 21, 2019 by

અમદાવાદ શહેરમા ફરી એકવાર સ્વાદ રસિકો માટે સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સોલા ભાગવત ખાતે શનિવારે સાત્વિક ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થઈ. સાત્વિક ફૂડ ફેસ્ટિવલ શરૂ થતા જ લોકોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો. ફૂડ ફેસ્ટિવલમા પરંપરાગત વાનગીઓનો લોકોએ આસ્વાદ માણ્યો. પારંપરિક વાનગીઓ સાથે નવી વાનગીઓ પણ વેચવામા આવે છે.

જેમાં આયુર્વેદીક અથાણા અને સાત ધાનના રોટલાનો પણ સમાવેશ થાય છે. પારંપરિક વાનગીઓની સાથે રાજ્યના આદિજાતી વિસ્તારના બનતી ચીજવસ્તુઓ અને વાનગીઓ પણ પીરસવામા આવી હતી. આ વાનગીઓ બનાવવામા આ વર્ષે 70 ટકા મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેનાથી મહિલાઓને સાત્વિક ફૂડ ફેસ્ટિવલ તેમના હુનરની સાથે તેમને આર્થિક ફાયદો પણ મળી રહે છે.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!