ક્રિકેટની મેચ અને ખેલાડીના દેખાવ પર સત્તાવાર રીતે સટ્ટો લેતી વેબસાઇટ્સ અને બુકીઓના મતે ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે. તેઓના મતે ઈંગ્લેન્ડ બીજા નંબરે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ચોથા ક્રમે વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.

લેડબ્રોક્સના નામની વેબસાઇટમાં ભારત જીતશે તેના પર શરત લગાવનારને ૧૩/૮, ઈંગ્લેન્ડ માટે ૧૫/૮, ઓસ્ટ્રેલિયા માટે ૧૧/૪ અને ન્યુઝીલેન્ડ માટે ૮/૧નો ભાવ ચાલે છે. જેની ચેમ્પિયન બનવાની ભાવની રીતે સંભાવના વધુ તેના પર રકમ લગાવનારને વળતર ઓછું મળે જેમ સટ્ટો ખેલનાર શક્યતા ધરાવતી ટીમ પર રકમ મુકે તો અને તે જીતે તો તેનું વળતર અનેકગણું વધી જાય છે.
સટ્ટાનો ભાવ જુદી જુદી રીતે ખુલતો હોય છે.
‘બેટ વે’ નામની વેબસાઇટે ભારતનો ભાવ ૨.૮, ઈંગ્લેન્ડનો ત્રણ, ઓસ્ટ્રેલિયાનો ૩.૮ અને ન્યુઝીલેન્ડનો ચેમ્પિયન બનવા માટે ૯.૫નો ભાવ આપ્યો છે.

વર્લ્ડકપના અંતે કુલ રનની રીતે કોણ ટોપ પર અંતે તે માટેના પણ ભાવ ખુલ્યા છે. રોહિત શર્મા માટે લેડબ્રોકસમાં ૮/૧૩ છે, વોર્નર માટે ૧૧/૮ અને ઈંગ્લેન્ડના રૂટ માટે ૨૦/૧ છે. ટોપ ફાઈવમાં કોહલી રહેશે કે કેમ તે માટે ૩૩/૧ નો ભાવ છે.
રૂા. ૫૦૦૦૦ મુકીએ તો ?
ભારત માટેનો ૧૩/૮ નો ભાવ છે એટલે શું ?
ઈંગ્લેન્ડમાં લેડબ્રોક્સ નામની વેબસાઇટ સત્તાવાર સટ્ટો રમાડે છે. ભારત તેઓના માટે વર્લ્ડકપ જીતવા માટે સૌથી ફેવરિટ છે. ભારતનો ભાવ ૧૩/૮ અને ઈંગ્લેન્ડનો ૧૫/૮, ઓસ્ટ્રેલિયાનો ૧૧/૪ અને ન્યુઝીલેન્ડનો ૮/૧ નો ભાવ છે. તેની ગણતરી એ રીતની હોય છે કે ધારો કે વ્યક્તિ રૂા. ૫૦૦૦૦ ભારત જીતે તેમ બેટ લગાવે અને ભારત જીતે તો ૧૩/૮નો ભાવ હોઈ ૫૦૦૦૦ નો ગુણાકાર ૧૩ વડે કરવામાં આવે અને જે રકમનો જવાબ આવે તેને આઠ વડે ભાગવામાં આવે. એટલે કે રૂા. ૫૦૦૦૦ બેટ મુકનારને રૂા. ૮૧૨૫૦ મળે. પણ જો રૂા. ૫૦૦૦૦ ન્યુઝીલેન્ડ જીતે તેના પર રકમ લગાવી હોય અને ન્યુઝીલેન્ડ જીતે તો રૂા. ૫૦૦૦૦ ગુણ્યા ૮ (૮/૧ નો ભાવ) ભાગ્યા એક એટલે રૂા. ૪ લાખ મળે. ઈંગ્લેન્ડનો ૧૫/૮નો ભાવ હોઈ રૂા. ૫૦૦૦૦નું આ રીતે ગણતરી કરતાં રૂા. ૯૩૭૫૦ વળતર મળે. જેણે જેના પર બેટ મુકી હોય તે ટીમ હારે તો તેના રૂપિયા જાય.

‘બેટવે’ વેબસાઇટ જીતે તો રકમ કેટલી ગણી મળે તે જ સીધી ગણતરી કરે છે. ભારતનો ભાવ ૨.૫ છે અને ભારત જીતે તો રૂા. ૫૦૦૦૦ના રૂા. ૧,૨૫,૦૦૦, રૂા. ૫૦૦૦૦ ન્યુઝીલેન્ડ પર મુકો અને ન્યુઝીલેન્ડનો ભાવ ૯.૫ છે એટલે રૂા. ૪૭૫૦૦૦ મળે. જેમ જોખમ વધુ તેમ વળતર વધુ.
Read Also
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….