GSTV

ભાન ભૂલ્યા: મોદીને સારૂ લગાડવામાં કરી દીધી મોટી ભૂલ, મહાત્મા ગાંધીની સાથે પીએમની તસ્વીરને પણ હાર ચડાવી અગરબત્તી કરી

Last Updated on June 22, 2021 by Pravin Makwana

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો એક બાજૂ કહેર છે. દેશમાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન જોર પકડી રહ્યુ છે. મોટી સંખ્યામાં લોકોને રસીકરણ થઈ રહ્યુ છે. ત્યારે પીએમ મોદી તેના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જો કે, અમુક લોકો પીએમ મોદીની મહેનત માથે પાણી ફેરવી રહ્યા છે. આવો જ એક મામલો મધ્ય પ્રદેશના સતના જિલ્લાના ખૂંથી સ્કૂલમાંથી સામે આવ્યો છે. જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની તસ્વીરની સાથે સાથે પીએમ મોદીની તસ્વીરને હાર ચડાવી દીધો હતો. જે બાદ ફોટો વાયરલ થયો હતો.

શું હતો સમગ્ર મામલો

આ મામલો સતના જિલ્લાના ખૂંથી સ્કૂલમાંથી સામે આવ્યો છે. જ્યાં તંત્ર દ્વારા આ શાળામાં રસીકરણ માટેનું કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. અહીં સોમવારે સવારે લગભગ 9.30 કલાકે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને શાળાના કર્મચારીગણ અને અધિકારીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. જ્યાં કાર્યક્રમની શરૂઆત પહેલા મહાત્મા ગાંધીની તસ્વીરની સાથે વડાપ્રધાન મોદીની તસ્વીર પણ લગાવી હતી. આ દરમિયાન શિક્ષક, આચાર્ય, અને સ્વાસ્થ્ય અધિકારીઓ પણ ત્યાં હાજર હતાં.ઉતાવળીયા નેતાઓ મહાત્મા ગાંધીની તસ્વીરની સાથે સાથે વડાપ્રધાન મોદીની તસ્વીર પર પણ હાર ચડાવી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર તેમને પણ આ ફોટાઓ મોટા ઉપાડે શેર કર્યા હતા. જો કે, હવે આ આખી ટીમ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

આવી ભૂલ ફરી વાર ન થવી જોઈએ

આ ઘટના બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર ત્રિપાઠીએ કહ્યુ હતું કે, આ સમગ્ર ઘટનાની આકરા શબ્દોમાં ટિકા કરુ છુ. આવી ભૂલ ફરી વાર થવી જોઈએ નહીં. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં ભાજપના નેતાઓએ મોદીની તસ્વીર પર હાર ચડાવી દીધો હતો. જો કે અહીં કોઈ મોટા નેતાઓ આવ્યા નહોતા. સૌથી મોટી વાત તો એ છેકે, બુદ્ધિના આ લઠ્ઠ ભાજપ નેતાઓને એટલી પણ ખબર ન પડી કે, કોને હાર ચડાવાય અને કોને ન ચડાવાય.

READ ALSO

Related posts

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!