નિર્ભયા કેસમાં દોષિતોને ડેથ વોરંટ જાહેર કરનારા કોર્ટના ન્યાયાધીશ સતીશ કુમાર અરોરાની બદલી થઈ ગઈ છે. જજ અરોરાને એક વર્ષ માટે અધિક રજીસ્ટ્રાર તરીકે સુપ્રીમ કોર્ટમાં બદલી કરી ટ્રાન્સફર કર્યા છે. જજ અરોરાને એક વર્ષ માટે સુપ્રીમ કોર્ટમાં અધિક રજીસ્ટ્રાર તરીકે મોકલવામાં આવ્યા છે.

વર્ષ 2012માં દિલ્હીમાં થયેલી ગેંગરેપમાં ચારેય દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ કેસ છેલ્લા કેટલાંય વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો છે. પણ હવે 1 ફેબ્રુઆરી 2020ના રોજ સવારે સાત વાગ્યે ફાંસીએ લટકાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.


બે વખત જાહેર કરી ચુક્યા છે ડેથ વોરંટ
જણાવી દઈએ કે, આ કેસમાં ચારેય દોષિત મુકેશ, પવન, વિનય અને અક્ષયને અગાઉ ફાંસીની સજા આપવાની જાહેરાત થઈ ગઈ છે. ગત મહિને જ બે વખત ચારેય દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરાયું હતું. પહેલા 22 જાન્યુઆરી 2020ના રોજ ફાંસી આપવાનું નક્કી કરાયું હતું. પણ વિનયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતા ફાંસી ટળી હતી. હવે તેને આગળ વધારીને 1 ફેબ્રુઆરી 2020 કરી દીધી છે.
READ ALSO
- ખુલી ગયા નસીબ/ સસ્તામાં ખરીદી હતી લોટરીની ટિકિટ, રકમ લેવા પહોંચ્યા તો ઉડી ગયા હોંશ
- જૂનાગઢ/ સીએમ રૂપાણીએ સાસણના વિકાસના કામોનું નું કર્યું ઈ ખાતમુહુર્ત, કોંગ્રેસના આ નેતા પણ રહ્યા હાજર
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશ ખબર, વધેલ મોંઘવરી ભથ્થા સાથે આવશે સેલરી
- કામની વાત/ ઝીરો બેલેન્સમાં ખોલાવો જનધન ખાતુ, મળશે 10 હજાર રૂપિયાનો લાભ
- કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !