GSTV
Gujarat Government Advertisement

સાબિતી : ટ્રમ્પના દાવાનું થઈ ગયું સૂરસૂરિયું, ઈરાને કરેલા ઘાતક હુમલામાં અમેરિકન એરબેઝ આ રીતે ઉડી ગયું

Last Updated on January 9, 2020 by pratik shah

ઈરાન દ્વારા ઈરાકમાં હાજર અમેરિકી એરબેર પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનો બદલો લેતા ઈરાનની તરફથી પહેલા 20થી વધુ બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી અને ગુરુવારે પણ બે રોકેટ છોડવામાં આવ્યા. જે એરબેસ પર ઈરાને રોકેટ છોડ્યા છે હવે ત્યાની તસ્વીરો સામે આવી છે. જેમાં દેખાય છે કે આ હુમલાથી કેટલું નુકશાન થયું છે.

એક રિપોર્ટ અનુસાર ઈરાને હુમલામાં બગદાદમાં હાજર અમેરિકાના અલ-અસદ અરબેસની કુલ 7 બિલ્ડિંગને નુકશાન પહોંચ્યુ છે. તેમાંથી અમુક બિલ્ડિંગ એવી છે જેને સર્વાધિક નુકશાન થયું છે અને તે સેટેલાઈટ તસ્વીરમાં પણ દેખાઈ રહી છે.

પ્લેનેટ લેબ ઈંકની તરફથી આ એરબેસની બે સેટેલાઈટ તસ્વીરો શેર કરવામાં આવી છે જેમાં ઈરાની મિસાઈલના હુમલાની અસર જોવા મળી છે. આ પહેલા 25 ડિસેમ્બરે પણ આ એરબેસની અમુક તસ્વીરો સામે આવી હતી. જેમાં દરેક બિલ્ડિંગ સારી દેખાઈ રહી છે પરંતુ 8 જાન્યુઆરીએ જે તાજી તસ્વીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે નુકશાન ખૂબ ભારે થયું છે.

ઈરાનને લીધો હતો અમેરિકા સાથે બદલો

અમેરિકાએ એરસ્ટ્રાઈક દ્વારા ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને માર્યો હતો. તેમાંથી અમુક અન્ય કમાન્ડરોની પણ મોત થઈ હતી. પરંતુ કાસિમ સુલેમાનીની ગણતરી ઈરાનના સૌથી તાકતવર શખ્સમાં થાય છે. ઈરાને આ મોતનો બદલો લીધો છે અને ઈરાકમાં હાજર અમેરિકાના એરબેસ પર મિસાઈલોથી હુમલો કરવાનું શરૂ થઈ ગયો.

ઈરાને ડઝનથી લધુ મિસાઈલો છોડી જે એરબેસની આસપાસ જ પડી. ત્યાર બાદ ગુરુવારે પણ ઈરાને બે રેકેટ છોડ્યા જે ગ્રીન હાઈસ ઝોનમાં હતા.

અમેરિકાએ શું આપ્યો દાવાનો જવાબ

ઈરાને કરેલા હુમલામાં અમેરિકાના 80 સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની ખબરને પાયા વિહોણી ગણાવી હતી. ટ્રમ્પ દ્રારા દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ પણ સૈનિકના મોત નથી થયા. સાથે જ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમના રાષ્ટ્રપતિ રહેતા ઈરાન કોઈ દિવસ પરમાણુ હથિયાર તૈયાર નહીં કરી શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!