GSTV

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

એક તરફ ચીન લદ્દાખ સરહદ પર કોઇ પણ જાતના તણાવનો ઇન્કાર કરી રહ્યો છે અને દાવો કરી રહ્યું છે કે સ્થિતિ સામાન્ય છે.. તો બીજી તરફ પોતાની સરહદમાં સેનાની ઉપસ્થિતિ અને સક્રિયતા વધારી રહ્યું છે.. એક ન્યૂઝ વેબસાઇટે ડિટરેસ્ફા નામના ટ્વિટર હોલ્ડરને ટાંકીને ન્યૂઝ અહેવાલ રજૂ કર્યો છે. જેમાં રજૂ કરાયેલી સેટેલાઇટ તસ્વીર પરથી સ્પષ્ટ છે કે ગોગરા વિસ્તારમાં ચીન પોતાની સેના વધારી દીધી છે અને તે ઉપર તરફ આગળ વધી રહી છે.તો બીજી તરફ ભારત પણ સંપૂર્ણ પણે તૈયાર છે.

ભારતીય સુરક્ષાદળો ચીનની ઠીક સામે સૈનિકો તૈનાત કર્યા છે. લદ્દાખમાં ભારતે કરેલા નિર્માણ કાર્યોથી ચીન ડઘાયું છે. અને સૈન્ય એક્ટીવિટી વધારી દીધી છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ડીટરેસ્ફાએ સેટેલાઇટ ઇમેજ જાહેર કરી છે. જેમાં ચીનની સેના પીપલ્સ લિબ્રેશન આર્મીએ પેગોન્ગ અને ગોગરા વિસ્તારની ઠીક સામે નવી પોઝીશન બનાવી છે. જેને ધ્યાને રાખીને ભારતે પણ અહીંયા સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.  પેગોંગ સોમાં બેઝ એરિયાથી ચીની યુનિટ ઉપર તરફ ચઢી રહી છે. સંભાવના છે કે અહીંયા ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે. ભારતની ગોગરા પોસ્ટની પાસે ચીનની પીએલએ પોઝીશન પણ લઇ રાખી છે.. અહીં મોટાપાયે ગતિવિધી જોવા મળી રહી છે. સેટેલાઇટ ઇમેજ પરથી દાવો કરાયો છે કે ચીની સેના ભારતના ગોગરા બેઝથી 11 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ તરફ છે. જે અત્યાર સુધીની સૌથી મોટી યુનિટ છે.. જેમાં ઘણા વીકલ ટ્રક્સ છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!