GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

સવા ત્રણ ટનના કમ્યુનિકેશન સેટેલાઇટ ‘જીસેટ-30’ 17મી જાન્યુઆરીએ લોન્ચ થશે

ભારત 17 જાન્યુઆરીએ  ફ્રેન્ચ ગીયાનાથી સંદેશાવ્યવહાર ઉપગૃહ જીસેટ-30ને  આરિઆન-પાંચ વ્હીકલ લોંચ કરશે, એમ ઇસરોએ અત્રે કહ્યું હતું. 3357 કિલો વજન ધરાવતું આ સેટેલાઇટ  દક્ષિણ આફ્રિકાની ઉત્તરીય દરિયા કિનાર પાસે આવેલા ફ્રેન્ચ પ્રદેશ કુરૂ ખાતે આરિઆન લોંચ કોમ્પ્લેક્ષમાંથી  બપોરે 2-35 વાગે છોડાશે.

‘જીસેટ-30 વધારેલા કવરેજ સાથે ઇનસેટ-ફોર  અવકાશયાન સેવાની જગ્યાએ કામ કરશે’એમ ઇસરોએ કહ્યું હતું.આ સેટેલાઇટ ભારત દેશ અને ટાપુઓને કુ-બેન્ડમાં કવરેજ પુરૂં પાડે છે,મોટા ભાગના એશિયન દેશો તેમજ ઓસ્ટ્ર્લિયા ઉપરાંત ખાડીના દેશોને પણ સી-બેન્ડ કવરિંગ સુવિધા પુરી પાડે છે.

પંદર વર્ષની મિશન લાઇફ સાથે જીસેટ-30 ડીટીએચ , ટીવી અપલિંક અને વી-સેટ સેવાઓ માટે સંદેશાવ્યવહાર સેટેલાઇટ તરીકે સેવા આપે છે. આ સેટેલાઇટને ઇસરોના આઇ-થ્રી કે બસ માળખાના આધારે બનાવવામાં આવ્યુ હતું જે સી અને કુ બેન્ડમાં જીઓસ્ટેશન્રી અવકાશમાંથી સંદેશા વ્યવહારની સેવા પુરી પાડશે. આ સેટેલાઇટ ઇસરોના અગાઉના ઇનસાટ-જીસેટ સેટેલાઇટ શ્રેણીમાંથી બનાવવામાં આવ્યું હતું.

બેંગલુરૂમાં વડું મથક ધરાવતા ઇસરોએ કહ્યું હતું કે જીસેટ-30નો સંદેશાવ્યવહારનો પેલોડ ખાસ ડીઝાઇન દ્વારા બનાવવામાં આવ્યું હતું.ઇસરો અનુસાર, આ અવકાશયાન  ખાસ વીસેટ નેટવર્કને,ટીવી અપલિંક કરવા,ટેલીપોર્ટ સેવાઓ,ડીજીટલ સેટેલાઇટ ન્યુઝ ગેધરિંગ. ડીટીએચ ટીવી સર્વિસીસ, સેલ્યુલર બેકહોલ કનેકટીવિટી અને અન્ય  ટેલીફોન સેવાઓને  સહયોગ આપવા માટે જ વપરાશે.

READ ALSO

Related posts

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!