GSTV

સેટેલાઈટ ગેંગરેપ કેસ : પીડિતાના પરિવારે હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી

Last Updated on July 3, 2018 by

અમદાવાદમાં નિર્ભયા કાંડ મામલે પીડિતાનું પાંચ દિવસ બાદ નિવેદન નોંધવામાં આવ્યું છે. પીડિતાએ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, ન્યાય મળવાની બાંહેધરી આપવામાં આવતા પીડિતાના પરિવારે હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી હતી.

અમદાવાદના ચકચારી ગેંગરેપ કેસમાં નિર્ભયાકાંડની પીડિતાના પિતાએ નિષ્પક્ષ તપાસ માટે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી.ગઈકાલ સુધી પીડિતાનો પરિવાર ક્રાઈમ બ્રાન્ચની તપાસ પર સવાલ ઉઠાવતો હતો અને પીડિતાના પિતાએ કેસની નિષ્પક્ષ તપાસ થાય તે માટે ક્રાઈમ બ્રાન્ચને બદલે અન્ય તપાસ એજન્સીને તપાસ સોંપવાની માંગ કરી હતી. હાઈકોર્ટમાં પીડિતાના વકીલે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ કરી હતી. પરંતુ આજે પીડિતાને યોગ્ય તપાસની બાંહેધરી આપવામાં આવતા તેના પિતાએ હાલ પૂરતી તપાસની માંગ કરતી અરજી પાછી ખેંચી છે.

હાઈકોર્ટમાં અરજી પરત ખેંચ્યા બાદ મેટ્રો કોર્ટમાં પીડિતાનું નિવેદન નોંધાવામાં આવ્યું છે. મેટ્રોકોર્ટમાં પીડિતાનું બંધબારણે નિવેદન નોંધાવવામાં આવ્યું હતું. આ સાથે  નિવેદનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. મેટ્રો કોર્ટમાં નિવેદન નોંધાવતી વખતે પીડિતાનો પરિવાર તેની સાથે હાજર રહ્યો હતો. સોમવારે યોગ્ય દિશામાં તપાસ થાય તે માટે હાઈકોર્ટના શરણે પહોંચેલા પીડિતાના પરિવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સેટેલાઇટ દુષ્કર્મ કેસમાં તપાસ સ્પષ્ટ અને ઝડપી કરવા કહ્યું હતું. પીડિતાએ આજે હાઈકોર્ટમાં અરજી પરત ખેંચી હતી. જે બાદ મેટ્રો કોટમાં પીડિતાએ નિવેદન નોંધાવ્યુ છે.

પીડિતાએ મહિલા મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું

અમદાવાદમાં સેટેલાઈટ ગેંગ રેપ મામલે પીડિતાએ મહિલા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંઘાવ્યું. શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણેય આરોપીઓ યામિની નાયર, ગૌરવ દાલમિયા અને વૃષભ મારુંનું મહિલા એડિશનલ ડીસીપીની અધ્યક્ષતામાં નિવેદન લેવામાં આવ્યા. કથિત ત્રણેય આરોપીઓના લગભગ તબક્કાવાર રીતે 48 કલાક સુધી નિવેદનો નોધવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે કે બે દિવસમાં સમગ્ર કેસની હકીકત સામે  આવી જશે. તો પીડિતાના નિવેદન બાદ તાપસ અધિકારી ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!