GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ સેટેલાઈટ ગેંગ રેપ : પોલીસ ન સૂધરી, અાખરે પીડિતા હાઈકોર્ટમાં પહોંચી

Last Updated on July 26, 2018 by Karan

અમદાવાદમાં સેટેલાઈટ ગેંગ રેપ પિડીતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પીડિતાએ અરજી કરી છે કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે. મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓની ધરપકડ કેમ કરાઈ નથી તેવો પીડિતાએ રજૂઆત કરી છે. આ મામલે સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. અા કેસની તપાસ કરનાર મહિલા અધિકારીની બદલી થઈ ગઈ છે. હવે પીડિતાઅે અા કેસમાં પોલીસને ફટકાર બાદ પણ પોલીસ ન સુધરતાં હાઈકોર્ટના ફરી દ્વાર ખખડાવ્યા છે. અગાઉ પણ પીડિતા હાઈકોર્ટમાં પહોંચી અાખરે અરજી પરત ખેંચી હતી. જે દરમિયાન કોર્ટે ફરી ક્યારેય પણ અાવે તે માટે દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું.

અગાઉ જે કે. ભટ્ટે વૃષભને ગાય જેવો ગણાવ્યાે હતો

નિર્ભયા કાંડમાં તપાસ ચલાવતી ક્રાઈમ બ્રાન્ચના જે કે. ભટ્ટે વૃષભને ગાય જેવો ગણાવ્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ધીમી તપાસથી જાણે આરોપીના પરિવારજનોએ પોતાની નિર્દોષતા રજૂ કરવા મોકળુ આપતી હોય તેવો ઘાટ સર્જાયો હતો કારણ કે જે આરોપી વૃષભના પરિવારજનોએ કરેલી પત્રકાર પરિષદ દરમિયાન પરિવારજનો વૃષભ નિર્દોષ હોવાના ગાણા ગાતા જોવા મળ્યા હતા. નિર્ભયા કાંડને લઈને તપાસમાં પોલીસ અધિકારી જે.કે. ભટ્ટ ન હોવા જોઈએ. તેઓ નિવેદન બદલવા દબાણ કરતા હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો હતો તો બીજીતરફ આરોપી વૃષભના પરિવારજનોએ પોલીસ તપાસ પર દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા ફેક એકાઉન્ટ સહિતના મુદ્દે સરકાર અને પોલીસ પૂરતી તપાસ કરે તેવી માંગ કરી છે.

નાર્કોટેસ્ટ પણ કરાયા હતા…

સેટેલાઇટ ગેંગરેપ મામલે 9 જુલાઈથી આરોપીઓના નાર્કોટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટને લઈ પોલીસ ગૌરવ દાલમિયાં, યામિની નાયર અને વૃષભ મારૂને ગાંધીનગર એફએસએલ કચેરીમાં લઇ ગઈ હતી. જ્યાં નાર્કોટેસ્ટ પહેલાં તમામ આરોપીઓના શારીરિક અને માનસિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મંગળવારે પણ ટેસ્ટની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. નાર્કોટેસ્ટ દરમિયાન યામિની, વૃષભ અને ગૌરવને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તેમને કયા કયા પૂછવામાં આવ્યા હોય શકે તેના પર એક નજર

ગૌરવને પૂછાયેલા સંભવિત સવાલો

 • તું અને પીડિતા ક્યારથી એકબીજાને ઓળખો છો?’
 • તમે છેલ્લે ક્યારે મળ્યા હતા?
 • તમે બંન્ને એકલા કઈ જગ્યાએ મળ્યા હતા?
 • પીડિતાએ ઈન્સ્ટાગ્રામના જે સ્ક્રિન શોટ્‌સ આપ્યા છે તે વિશે તું કેટલું જાણે છે?
 • પીડિતાએ તને પત્ર ક્યારે મોકલ્યો હતો અને તેમાં શું લખ્યું હતું?
 • તારા સોશિયલ મીડિયામાં કેટલા એકાઉન્ટ છે?

વૃષભને પૂછાયેલા સંભવિત સવાલા

 • તું પીડિતાને ઓળખે છે?
 • પીડિતા તારું નામ કેમ આપે છે?
 • પીડિતાએ જે વાત કરી તે મુદ્દે તારું શું કહેવું છે?
 • સોશિયલ મીડીયામાં જે સ્ક્રિનશોટ બહાર આવ્યા છે તે મેસેજ ક્યા એકાઉન્ટમાંથી આવેલા છે?
 • તારી પાસે પીડિતાના અને ગૌરવના કોઇ વીડિયો કે ફોટા છે?
 • પીડિતા પિતાએ તારી પાસે પીડિતાના કોઇ ફોટા કે વિડિયો હોવાની પૃચ્છા કરી હતી?
 • તારા કેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અને તું ક્યારથી ઓપરેટ કરે છે?

યામિનીને પૂછાયેલા સંભવિત સવાલો

 • તું ગૌરવ, વૃષભ અને પીડીતાને ક્યારથી ઓળખે છે?
 • ફરિયાદમાં તારું નામ આવ્યા બાદ તું ક્યાં ગઇ હતી?
 • તું રાજકોટ કેમ ગઇ હતી? ત્યાં તને કોણ ઓળખે છે ?
 • આખી વાતમાં પીડિતાએ તારું નામ કેમ આપ્યું?
 • ગૌરવ અને પીડિતા વિશે તું શું અને કેટલું જાણે છે?
 • વૃષભ પીડિતાને ઓળખે છે, ક્યારેય તમે બધા સાથે મળ્યા છો?
 • પીડિતાએ તારૂ જ નામ કેમ આપ્યું તે વિશે તારે શું કહેવુ છે?
 • તારા અને પીડિતાના સંબંધો ક્યારે બગડ્યા?
 • તે પીડિતાને કોઈ ધમકી આપી હતી?
 • પીડિતાએ રજૂ કરેલા અને અન્ય સ્ક્રિન શોટ વિશે તારે શું કહેવું છે?
Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari

કોરોનાને આમંત્રણ/ બીજી લહેરથી કઈ નથી શીખ્યા લોકો, ફરી શહેરના એક મોલમાં ઉમટી પડયા લોકો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!