GSTV

‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટર આશિષ રૉયનું નિધન! આર્થિક તંગી સામે ઝઝૂમતા ઘરમાં લીધા અંતિમ શ્વાસ

આશિષ

લાંબા સમય સુધી કિડની સંબંધિત સમસ્યાઓ સામે લડત આપ્યા બાદ મંગળવારે 54 વર્ષીય આશિષ રૉયનું નિધન થઇ ગયુ. તેમણે ઓશિવારા સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. આશીષે સસુરાલ સિમર કા, બ્યોમરેશ બક્શી, જીની ઔર જીજુ સહિત તમામ લોકપ્રિય ટીવી શૉઝમાં કમાલની ભૂમિકા ભજવી હતી.

આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતાં આશિષ

જયા ભટ્ટાચાર્ય અને જૂમા મિત્રા જેના તેમના તમામ મિત્રો આશિષના પરિવારને સાંત્વના આપવા તેમના નિવાસસ્થાને રવાના થઇ ગયા છે. જણાવી દઇએ કે આશિષની તબિયત લથડ્યા બાદ તેમને આ વર્ષે જ ICUમાં એડમિટ કરવા પડ્યા હતા, જે બાદ તેમણે ઇન્ડસ્ટ્રી પાસે આર્થિક મદદ માગી હતી.

આશીષે સુપરસ્ટાર સલમાન ખાન પાસે પણ મદદ માગી હતી. જ્યાં સુધી તેમને મદદ કરવાની વાત છે તો ટીના ઘઇ, સૂરજ થાપર, બીપી સિંહ, હબીબ ફૈઝલ જેવા તમામ લોકોએ તેમની મદદ કરી હતી. તેઓ મુંબઇના ઓશિવારા સ્થિત પોતાના ઘરમાં એકલા રહેતા હતા. તેમની બહેનો કલકત્તામાં રહે છે.

આશિષ

ગયા વર્ષથી આશિષની તબિયત સારી નથી

આશિષને 2019ના શરૂઆતના મહિનામાં પેરાલિસિસનો અટેક આવ્યો હતો. તે સમયે આશિષે કહ્યું હતું, હું પેરાલિસિસ અટેક બાદ ઠીક થઇ ગયો હતો પણ મને કામ ના મળ્યું. હાલ હું મારી બચત પર મારી જિંદગી કાઢી રહ્યો છું પરંતુ તે પણ પૂરી થવા આવી છે. હું મારી બહેન પાસે કોલકાતા શિફ્ટ થઇ જઈશ પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ મને કામ આપવું પડશે બાકી તમને ખબર જ છે કે શું થશે.’ આશિષ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે અને તેમણે હોલિવૂડ ફિલ્મ ‘જોકર’ના હિન્દી વર્ઝનમાં તેમનો અવાજ આપ્યો હતો. આશિષે ‘સસુરાલ સિમર કા’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ સહિત વિવિધ સિરિયલ્સમાં કામ કર્યું છે.

જણાવી દઇએ કે આશિષને બે વાર પેરાલિસીસનો એટેક પણ આવી ચુક્યો છે અને લોકડાઉન દરમિયાન હોસ્પિટલમાં રહ્યાં બાદ તેઓ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં જ હતા. અહીં જ તેમનુ ડાયાલિસિસ ચાલી રહ્યું હતુ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની સારવાર માટે રકમ એકઠી કરવા માટે લોકો પાસે મદદ માગી રહ્યા હતા.

Read Also

Related posts

ખુશખબર/ 5 વર્ષ સુધી જમીન મફત : ગુજરાતના ખેડૂતોને 50 હજાર એકર જમીન મળશે, માત્ર 100થી 500 રૂપિયા ભાડુ

Pritesh Mehta

કેન્દ્રનો આદેશ / 30 જાન્યુઆરી 11 વાગ્યે 2 મિનિટ માટે થંભી જશે દેશ, ઓફિસોથી લઈને રોડ પરના વાહનોના થંભી જશે પૈડાં

Karan

મારા અવાજને તમે કાયમી રીતે દબાવી દઇ શકો નહીં, ટ્રમ્પ બાદ કંગનાનું Twitter એકાઉન્ટ થયું સસ્પેન્ડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!