GSTV

સાસણ ગીર / રસ્તા પર મુક્તપણે ફરતો જંગલના રાજાનો Video વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે Viral

Last Updated on July 31, 2021 by Zainul Ansari

ગુજરાતમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે સાસણ ગીરના દેવળીયા પાર્કનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક બબ્બર સિંહ દેવળીયા પાર્કમાં પ્રવેશ્યો હતો. તે રસ્તા પર ફરી રહ્યો છે. આ દ્રશ્યો જોયા બાદ સોશિયલ મીડિયાની પબ્લિક શોકમાં છે. જોકે રાજ્યમાંથી શેરીઓમાં રખડતા સિંહોના વીડિયો સામે આવવા નવી નથી. આ પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એક એવી જગ્યા છે જ્યાં તમે સિંહને ખુલ્લામાં ફરતા જોઈ શકો છો.

જુઓ વીડિયો

આ વીડિયો ટ્વીટર યુઝર @zubinasharaએ શનિવારે શેર કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું કે સાસણ ગીરની વચ્ચે, દેવળીયા પાર્કમાં દાખલ દાખલ થતો સિંહ.

વીડિયોમાં શું છે?

આ 15 સેકન્ડના વીડિયોમાં જોઇ શકાય છે કે એક બબ્બર સિંહ રસ્તા પર ફરી રહ્યો છે. વીડિયો જોઈને એવું લાગે છે કે તે જાણે છે કે તેને ક્યાં જવાનું છે. જોકે વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી. પરંતુ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જંગલમાંથી આવ્યો

આ ટ્વીટનો જવાબ આપતા, IFS અધિકારી @surenmehraએ પૂછ્યું- શું તે જંગલમાંથી આવ્યો છે? જવાબમાં યુઝરેએ લખ્યું, આ જંગલમાંથી છે, કારણ કે તે પાર્કની બહારથી આવી રહ્યો છે.

Read Also

Related posts

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!