GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સાસણના ભાલછેલ ગામે એક ખેડૂતે એક જ આંબા પર 100 જાતની કેરી ઉગાડવાનો પ્રયાસ કર્યો

હાલમાં કેરીની સીઝન પૂરબહારમાં ચાલતી હોવાથી સૌ કોઇ મનભરીને તેનો સ્વાદ માણે છે. પરંતુ શું તમે એક જ આંબા પર દેશ-વિદેશની 35થી વધુ જાતની કેરી જોઇ છે. સાસણ નજીક ભાલછેલ ગામે એક ખેડૂતે તેમના કેરીના બગીચામાં એક જ આંબા પર 100 જાતની કેરી ઉગાડવાનો પ્રયાસ કર્યો છે.

સાસણ ગીર એશિયાટિક સિંહની સાથેસાથે કેસર કેરીને કારણે પણ જગવિખ્યાત છે. હાલ કેસર કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સાસણ નજીકના ભાલછેલ ગામના ખેડૂત શમસુદ્દીન જારીયાએ

એક જ આંબા પર દેશ-વિદેશની 100 જેટલી કેરીઓ ઉગાડવાનો પ્રયાસ કર્યો છે. શમસુદ્દીનના પ્રયાસ રૂપે હાલ એક જ આંબા પર 35થી વધુ જાતની કેરીઓ ઝૂલી રહી છે. જેમાં દેશી, હાફૂસ, તોતા, લંગડો તેમજ દેશ-વિદેશની અનેક જાતોનો સમાવેશ થાય છે. એક જ આંબા ના ઝાડ પર વિવિધ આકાર અને સ્વાદ ધરાવતી કેરીને નિહાળવા તજજ્ઞો અને મુલાકાતીઓ શમસુદ્દીનભાઇના આંબાના બગીચાની મુલાકાત લઇ રહ્યા છે.

શમસુદ્દીનભાઇએ દેશ-વિદેશની મુલાકાત લઇ પોતાની જાતે જ અભ્યાસ કરી અનોખો પ્રયોગ કર્યો અને તેને સફળતા મળી. હાલમાં એક જ આંબા પર 35 જેટલી કેરીની વિવિધ જાત જોવા મળે છે તેમાં કીટ, માયા, 13-1, સેન્સેશન, 13-3, નવાબના વખતની કોરી, દૂધપેંડો, ગાજરીયો, ગિરીરાજ, બોમ્બે હાફૂસ, હાઇબ્રીડ વેરાયટીઓમાં નિલેશ્વરી, રત્ના, કોલકાત્તાની હિંદસાગર, બિહારની ચૌસા, તેમજ લંગડોનો સમાવેશ થાય છે.

આવતા વર્ષે 80 જેટલી વિવિધ કેરીઓ એક જ આંબા પર ઉગાડવાનો પ્રયત્ન શમસુદ્દીનભાઇ કરી રહ્યા છે. બાગાયત વિજ્ઞાન પ્રમાણે કેસર કેરીની 10 ટકા ક્રોસ વેરાયટી હોય તો આ પ્રકારની વિવિધ જાતો ઉગાડવામાં સફળતા મળે છે.

કેરીની દરેક વેરાયટીઓ વિવિધ ગુણો ધરાવે છે અને નફો પણ સારો અપાવે છે. ત્યારે શમસુદ્દીનભાઇની સફળતા જોઇને અન્ય ખેડૂતો પણ આ પ્રકારે કેરીનો પાક લેવા પ્રેરાશે તેમ ચોક્કસ કહી શકાય.

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!