GSTV

‘સર્વ ધર્મ પૂજા’ પછી પાંચ રાફેલ IAFમાં જોડાયા, ભારતીય સેનાની શક્તિમાં વધારો થયો, આ મિસાઈલોથી કોઈ પણ દેશ ફફડી જશે

Rafale

Last Updated on September 10, 2020 by Karan

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી અને અન્યની હાજરીમાં ‘સર્વ ધર્મ પૂજા’ પછી પાંચ રાફેલ વિમાનોને ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર ફાઇટર જેટ રાફેલનો સમાવેશ 17 સ્ક્વોડ્રોન ‘ગોલ્ડન એરોઝ’ માં કરવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે આ સિદ્ધિ ભારત માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે.

એક રાફેલ રૂ.1200 કરોડમાં ફ્રાંસ પાસેથી ખરીદ કર્યું છે. તેનો ઓર્ડર અપાયો ત્યારે ભ્રષ્ટાચારના આરોપો રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવ્યા હતા.

આ લડવૈયાઓને 29 જુલાઈએ ફ્રાન્સથી ભારત લાવવામાં આવ્યા હતા. રાજનાથ સિંહ સિવાય, ફ્લોરેન્સ પાર્લી, સીડીએસ જનરલ બિપિન રાવત, એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરીયા અને સંરક્ષણ સચિવ અજય કુમાર પણ એરફોર્સમાં જોડાવાના કાર્યક્રમમાં સામેલ થયા હતા. રાફેલનો સ્ક્વોડ્રોન શામેલ છે. તેણે બે યુદ્ધમાં પાકિસ્તાનને માર્યો. જો કે આ સ્ક્વોડ્રોન અગાઉ નિવૃત્ત થઈ ગયું હતું, તે ફરીથી રાફેલ વિમાન માટે સક્રિય કરવામાં આવ્યું છે.

સૌથી પહેલા વાત કરીએ મીટિયર મિસાઇલની તો મીટિયર નેક્સ્ટ જનરેશનની હવાથી હવામાં માર કરનારી મિસાઇલ છે. મીટિયરની રેન્જ 150 કિલોમીટરની છે. જે એડવાન્સ એક્ટિર રડાર સાથે સજ્જ છે. જેને દરેક પ્રકારના હવામાનમાં દુશ્મનો પર વાર કરવા માટે સક્ષમ છે. મીટિયર તેજ રફ્તાર ધરાવતા વિમાનોથી લઇને નાના માનવરહિત વિમાનો સાથે ક્રુજ મિસાઇલ્સને પણ નિશાન બનાવી શકે છે. મીટિયરને ફાઇટર જેટ ઉપરાંત યુએવી મારફતે પણ છોડી શકાય છે. એટલું જ નહીં મીટિયર વિઝ્યુઅલ રેન્જની પાર પણ પોતાનું લક્ષ્ય ભેદનારી અત્યાધુનિક મિસાઇલ છે અને આ ખાસિયતને કારણે જ મીટિયર મિસાઇલ દુનિયાભરમાં સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. યુરોપિયન મિસાઇલ કંપની એમબીડીએએ ઇંગ્લેન્ડ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને સ્વીડનની માંગને ધ્યાને રાખી તૈયાર કરી છે.

મીટિયર જેવી જ અન્ય ઘાતક મિસાઇલ છે સ્કાલ્પ.

સ્કાલ્પ બ્રહ્મોસની જેમ જ ક્રુઝ મિસાઇલ છે. સ્કાલ્પ મિસાઇલની મારક ક્ષમતા 300 કિલોમીટરથી વધુ છે. સ્કાલ્પ મિસાઇલનો ઉપયોગ દુશ્મનોના આંતરિક વિસ્તારોમાં આવેલા ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કરી શકાય છે. સ્કાલ્પ મિસાઇલ દુશ્મન દેશના પુલ, રેલવે, રસ્તાઓ, પાવર પ્લાન્ટ્સ, એરફિલ્ડ્સ, બંકર્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આસાનીથી ટાર્ગેટ કરી શકે છે. સ્કાલ્પની ખૂબી એ છે કે તે રડારમાં પણ પકડાતી નથી. મીટિયરની જેમ જ સ્કાલ્પનો પણ દરેક પ્રકારના હવામાનમાં ઉપયોગ થઇ શકે છે. સ્કાલ્પ વડે કોઇ નિશ્ચિત લક્ષ્યાંક પર સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહીને આસાનીથી અંજામ આપી શકાય છે. સ્કાલ્પ યુકેની રોયલ એરફોર્સ તેમજ ફ્રાન્સ એરફોર્સનો અનિવાર્ય હિસ્સો છે. ખાડી યુદ્ધ દરમ્યાન સ્કાલ્પ મિસાઇલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ મીટિયર અને સ્કાલ્પ એમ બંને મિસાઇલ મળવાથી ભારત પાસે યુદ્ધની ઘડીમાં નિર્ણાયક કહી શકાય તેવી ક્ષમતા ઉપલબ્ધ હશે.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!