GSTV

પંચાયત ચૂંટણીમાં રાજકીય પક્ષોની એન્ટ્રી: કાવાદાવાઓ ચરમસીમાએ, સરપંચે 409 લોકોને જાહેર કર્યા મૃત

પંચાયત ચૂંટણીમાં રાજકિય પક્ષોની એન્ટ્રી બાદ ગામની સત્તા મેળવવા માટે મોટા ખેલ શરૂ થઈ ગયો છે. સત્તાથી હાથ ધોવા પડે નહી એ માટે જીવતા લોકોને મૃત અને યોગ્યને પણ મતદાન માટે અયોગ્ય ઠેરવવામાં આવી રહ્યાં છે. આઝમગઢ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં  એક સરપંચે બીએલઓ સાથે મળીને ગામના 409 લોકોને મૃત જાહેર કરી તેમનું નામ ગાયબ કરી દીધું છે.

જ્યારે આ વાત ગામ લોકોને ખબર પડી તો તે સાહેબ હું જીવિત છું ના પોસ્ટર લઈને માર્ગ પર ઉતરી આવ્યા છે. મામલો તંત્રના ધ્યાને આવ્યો તો જિલ્લા અધિકારીના નિર્દેશ પર ગામની ખુલ્લી બેઠક બોલાવીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પંચાયત

ઘટના આઝમગઢ જિલ્લાના ફુલપુર તાલુકાના પવઈ બ્લોકના પુરારામજી ગામની છે. અહીં મતદાર યાદી પુન:નિરિક્ષણ કાર્યક્રમ દરમિયાન 409 લોકોને મૃતક ગણાવી તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું. જ્યારે કેટલાંક સગીર, અવિવાહિત યુવતીને વિવાહિત ગણાવીને તેમનું નામ પણ યાદીમાથી ગાયબ કરી દીધું છે. ચાર દિવસ જાન્યુઆરીએ તેની જાણકારી ગ્રામણો થઈ તો તેઓ ચોંકી ગયા.

ગામ લોકો આગલા દિવસે 19 જાન્યુઆરીએ SDM ઓફિસ પહોંચ્યા. સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો તો કલેક્ટરે ગંભીરતા દાખવી અને ગામમાં ખુલી બેઠક બોલાવી તપાસનો આદેશ આપ્યો. જે બાદ ગુરુવારે ગામમાં ખુલી બેઠક બોલવવામાં આવી. ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા તો 409 લોકોના હાથમાં સાહેબ હું જીવીત છું ના પોસ્ટર લઈને હાજર રહ્યાં અને સરપંચ તેમજ બીએલઓ વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દીધી. ગામ લોકોએ સરપંચ અને બીએલઓ વિરુદ્ધ નારેબાજીની માંગ કરી.

આ મામલે અધિકારીનું કહેવું છે કે, ગામના 409 લોકોને મૃત અથવા અન્ય કારણ દર્શાવીને યાદીમાંથી નામ કાઢી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જો આરોપ સાચા ઠરશે તો સંબંધિત સામે કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર

Pravin Makwana

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!