GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

13 વર્ષની ઉંમરે કર્યા 41 વર્ષના પરિણિત પુરુષ સાથે લગ્ન, વિવાદિત રહી સરોજ ખાનની પર્સનલ લાઇફ

સરોજ

પોતાના ડાન્સ માટે ફેમસ બોલીવુડ કોર્યોગ્રાફર સરોજ ખાનને શુક્રવારે, 3 જુલાઇએ દુનિયાને અલવિદા કહી દીધું. સરોજ બોલીવુડની ફિલ્મોમાં તેના જબરદસ્ત ડાન્સ કોર્યોગ્રાફી માટે ફેમસ હતા. તેમણે સૌથી વધારે માધુરી દીક્ષિત અને શ્રીદેવી સાથે કામ કર્યુ છે.

વિવાદિત રહ્યું સરોજ ખાનનું જીવન

સરોજ ખાનની પ્રોફેશનલ લાઇફ જેટલી જ સફળ હતી તેમની પર્સનલ લાઇફ તેટલી જ વિવાદિત હતી. સરોજ ખાનના લગ્ન માત્ર 13 વર્ષની ઉંમરે થયા હતા. આટલી નાની ઉંમરે તેણે 41 વર્ષીય ડાન્સ ડિરેક્ટર બી સોહનલાલ સાથે લગ્ન કર્યા. ત્યારે સોહનલાલ પહેલાથી જ પરણિત હતા અને તેમને 4 બાળકો પણ હતા. જોકે સરોજને આ વિશે ખબર નહોતી.બોલીવુડની ફિલ્મોમાં સોહનલાલ ડાન્સ ડિરેક્ટર હતા. તેમણે સરોજને નૃત્યનું પ્રાથમિક શિક્ષણ આપ્યું. સરોજે તેમની પાસેથી કથક, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ શીખ્યા હતા.

14 વર્ષની ઉંમરે આપ્યો દિકરાને જન્મ

14 વર્ષની ઉંમરે સરોજે તેમના પહેલા પુત્ર રાજુ ખાનને જન્મ આપ્યો. બે વર્ષ પછી, તેણે એક પુત્રીને જન્મ આપ્યો, જે આઠ મહિનાથી વધુ ન જીવી શકી. આ પછી, સોહનલાલે સરોજના બાળકોને પોતાનું નામ આપવાની ના પાડી અને અલગ થવાની માંગ કરી.

અલગ થયાના થોડા સમય પછી, સોહનલાલે સરોજને ફરીથી તેની આસિસ્ટન્ટ બનવાની ઓફર કરી. ના પાડતાં તેણે સરોજ વિરુદ્ધ સિને ડાન્સર્સ એસોસિએશનમાં કેસ કર્યો હતો. હાર્યા પછી સરોજે નોકરીમાંથી રાજીનામું આપવું પડ્યું અને તેણે સોહનલાલ સાથે કામ કરવાનું શરૂ કર્યું.

સરોજે કર્યા બીજા લગ્ન

સરોજ ફરીથી માતા બની અને આ વખતે તેણે એક પુત્રીને જન્મ આપ્યો. પરંતુ આ વખતે સોહનલાલ તેને કાયમ માટે છોડીને ચેન્નઈ (તે સમયે મદ્રાસ) ચાલ્યા ગયાં. બાદમાં સરોજ ઉદ્યોગપતિ સરદાર રોશન ખાનને મળ્યા. રોશન પણ પરણેલા હતા અને તેના બે બાળકો પણ હતા, પરંતુ તે સરોજને ખૂબ જ ચાહતા હતા.રોશન ખાને સરોજ સાથે લગ્ન કર્યા અને તેના બાળકોને પોતાનું નામ આપ્યું. એક મુલાકાતમાં સરોજે કહ્યું હતું કે તે અને રોશનની પહેલી પત્ની બહેનોની જેમ રહે છે.

બોલીવુડમાં આ રીતે મેળવી આગવી ઓળખ

બોલીવુડમાં નામ કમાવવા સરોજે ખૂબ મહેનત કરી હતી. મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં શ્રીદેવીના ગીત હવા હવાઈનું નૃત્ય નિર્દેશન કરીને તેને ઓળખ મળી. આ પછી તેણે શ્રીદેવી સાથે નગીના અને ચાંદની જેવી ફિલ્મોમાં કામ કર્યું. બાદમાં તે માધુરી દીક્ષિતને મળી અને ‘એક દો તીન’ ગીતની કોરિયોગ્રાફી કરી. તેની 40 વર્ષની કારકિર્દીમાં સરોજ ખાને બે હજારથી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી. તેમના શાસ્ત્રીય નૃત્યની ચર્ચા માત્ર બોલિવૂડમાં જ નહીં વિદેશમાં પણ હતી. તેણે માધુરી દીક્ષિત અને શ્રીદેવી, જુહી ચાવલા, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત બોલીવુડની અનેક અભિનેત્રીઓને ડાન્સમાં પરફેક્શન આપ્યું છે.

સરોજ ખાને ફિલ્મ જબ વી મેટ, ગુરુ, તમિળ મૂવી શ્રૃંગારામ, લગાન, હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસમાં નૃત્ય નૃત્ય નિર્દેશન માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો હતો.એક સમયે, તેમણે ટીવી પર પોતાનો ડાન્સિંગ શો શરૂ કર્યો હતો, જેમાં તેઓ દર્શકોને ફિલ્મોના ગીતો પર ડાન્સ શીખવતા. બોલીવુડમાં તેમને પ્રેમથી માસ્ટર જી કહેવામાં આવતા.

કોરિયોગ્રાફર સરોજ ખાનનું અવસાન

સરોજ ખાનને ગત 20 જૂનના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હોવાથી ગુરૂ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાનના પરિવાર સાથે સંકળાયેલા એક સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે તેમના સ્વાસ્થ્યમાં ધીરે-ધીરે સુધારો જણાઈ રહ્યો હતો અને તેમને ડિસ્ચાર્જ કરવાના હતા પરંતુ અચાનક જ મોડી રાતે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેમને બચાવી ન શકાયા. આજે મુંબઈમાં મલાડ ખાતેના માલવાણીમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

બોલિવુડમાં વધુ એક ખાલીપો સર્જાયો

સરોજ ખાને બોલિવૂડમાં એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે. તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક કલાકારો આજે બોલિવુડ કરિયરમાં ટોચ પર છે. ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સરોજ ખાને ફક્ત ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકેની કારકિર્દીથી શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 1983માં ‘હીરો’ ફિલ્મમાં કોરિયાગ્રાફી કરી હતી. સરોજ ખાન તેમના કામથી થોડા દિવસો દૂર રહ્યા બાદ 2019માં પરત ફર્યા હતા અને મલ્ટિસ્ટારર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ માં એક-એક ગીત કોરિયોગ્રાફ કર્યું હતું.

સરોજ ખાને મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, સોન, તેઝાબ, નગીના, ડર, બાઝીગર, અંજામ, મોહરા, યારાના, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેશ, દેવદાસ, લગાન, સોલ્જર, તાલ, ફીઝા, સાથિયા, સ્વદેશ, વીર ઝારા, ડોન, ફના, ગુરુ, નમસ્તે લંડન, જબ વી મેટ, એજન્ટ વિનોદ, રાઉડી રાઠોડ, એબીસીડી, તનુ વેડ્સ મનુ રીટર્ન્સ, મણિકર્ણિકા સુધીના ગીતોની કોરિયોગ્રાફી કરી છે.

Read Also

Related posts

દ્રારકામાં પતિને પત્નીએ ધોકાવી નાખ્યો, લોહીલુહાણ કરી નાખતાં હોસ્પિટલમાં દાખલ

Bansari

સ્કુલના પરિસરના 50 મીટરના ઘેરામાં આ વસ્તુઓ નહીં વેચી શકાય, સરકારે મૂક્યો પ્રતિબંધ

Karan

મોદી સરકારની મદદથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ, દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!