GSTV

સરકારી નોકરી/ આસિસ્ટંટ પ્રોફેસર તરીકે આણંદની આ સંસ્થામાં થઈ રહી છે ભરતી, વિવિધ વિદ્યાશાખામાં જોડાવા માટે આ રીતે કરો અરજી

Last Updated on October 24, 2021 by Pravin Makwana

ઈંસ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. આસિસ્ટંટ પ્રોફેસરની આ ભરતી વિવિધ વિદ્યાશાખા માટે છે, જે કાયમી છે. પસંદગી પામનારા ઉમેદવારો બે વર્ષના પ્રોબેસન તરીકે કામ કરવું પડશે, જો કે, તેમને સાતમા પગાર પંચ અનુસાર વેતન મળશે. આ નોકરી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 6 નવેમ્બર 2021 છે.

આ વિભાગમાં છે નોકરી

આસિસ્ટંટ પ્રોફેસરની આ નોકરી ફાઈનાન્સ એકાઉન્ટીંગ કોસ્ટીંગ સોશિયલ સાઈન્સિસ, માર્કેટિંગ, આઈટી એન્ડ સિસ્ટમ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ વિષયો માટે કરવાની છે. પસંદ થનાર ઉમેગવારો જુદા જુદા પ્રોગ્રામમાં ફેકલ્ટી તરીકે અભ્યાસ કરાવાનો રહેશે. આ ઉપરાંત એકેડમિક, એડમિનિસ્ટ્રેશ સાથે પ્લેસમેન્ટને લગતી પ્રવૃતિનો ભાગ બનવાનું રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત જે તે સંલગ્ન વિષયોમાં પીએચડી અથવા તેને સમકક્ષ હોવું જોઈએ. આ સાથે ઉચ્ચ શૈક્ષણિક રેકોર્ડ પણ હોવો અનિવાર્ય છે. જે ઉમેદવાર પીએચડીના થિસીસ સબમીટ કરી દીધા હોય તે પણ અપ્લાય કરી શકે છે. તેમને વિજીટીંગ ફેકલ્ટી તરીકે મદદ મળશે.

મહત્વની વિગતો

નોકરી :આસિસ્ટન્ટ પ્રોફેસર
જગ્યા :ઉલ્લેખ નથી
શૈક્ષણિક લાયકાતપીએચડી અથવા સમકક્ષ
પગાર :સાતમા પગાર પંચ મુજબ ((83,600-2,09,200)
આવેદન કરવાની અંતિમ તારીખ :6-11-2021
જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન એપ્લાય કરવા માટે :અહીંયા ક્લિક કરો

અનુભવ

આ નોકરી માટે આપની પાસે પીએચડી અથવા વિદેશની જાણીતી સંસ્થામાં પીએચડી અથવા ફેલો તરીકેનો અનુભવ હોવો જોઈએ. ફર્સ્ટ ક્લાસ અથવા તેને સંલગ્ન રેકોર્ડ સાથે માસ્ટર્સ ડિગ્રીમાં ઉચ્ચ પરિણામ હોવું જોઈએ.

પગાર ધોરણ

લેવલ 1માં આસિસ્ટંટ પ્રોફેસરના લેવલ 1માં 83, 600થી 2,09,200 રૂપિયા સુધીનો પગાર ચુકવાશે. ગ્રોસ સેલરી 1,13,975 રહેશે.

READ ALSO

Related posts

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!