GSTV

સરકારી નોકરી ભરતી/ ભારતીય વાયુસેનામાં 10મા અને 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, જલદીથી આ રીતે કરશો અરજી

Last Updated on July 28, 2021 by Harshad Patel

ભારતીય વાયુસેનાએ ગ્રુપ સી સિવિલિયન કેટેગરીની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત જાહેર કરી છે. આ ભરતી એરફોર્સના વિવિધ એકમો માટે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત લોઅર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ, એચ.કે.એસ., આયા, વોર્ડ મદદનીશ, વોશરમેન અને મેસ્ટ સ્ટાફ વગેરેની જગ્યાઓ ભરવાની છે. આ માટે 18 થી 25 વર્ષની ઉંમરના સ્નાતકો અને 10, 12 પાસ પાસ યુવાનો અરજી કરી શકે છે.

ભારત

આ કેટેગરીમાં ઉમર મર્યાદામાં અપાઈ છે છૂટ

ભારતીય વાયુ સેનામાં જોડાઈને સરકારી નોકરી માટેની એક મોટી તક છે. અરજી રોજગાર સમચાર પત્રમાં પ્રકાશિત ભરતીની જાહેરાત પછી 30 દિવસ સુધી અરજીઓ કરી શકાય છે. તમામ પોસ્ટ્સ માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ છે. ઉચ્ચ વયમર્યાદામાં ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ત્રણ વર્ષની છૂટ, એસ.સી. અને એસ.ટી. ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટ રહેશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.

ભારતીય વાયુસેનાની નોકરીઓ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત

  • સ્ટોર સુપરિટેન્ડેન્ટઃ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. સ્ટોર્સ અને એકાઉન્ટ્સના સંચાલનમાં અનુભવ જરૂરી છે.
  • લોઅર ડીવીઝન ક્લાર્કઃ 12 પાસ હોવો જોઈએ. કમ્પ્યુટર પર મિનિટમાં ઓછામાં ઓછા 35 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ ટાઇપિંગ સ્પીડ જરૂરી.
  • હિન્દી ટાઇપિસ્ટ -12 પાસ હોવા સાથે કમ્પ્યુટર પર હિન્દીમાં પ્રતિ મિનિટ 30 શબ્દોની સ્પીડથી ટાઈપીંગ જરૂરી.
  • સ્ટોર કીપર- 12 પાસ.
  • સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર – 10 પાસ હોવા સાથે લાઇટ અને સિવિલિયન હેવી વ્હીકલ ચલાવવાનાં લાઇસન્સ હોવું જરૂરી.
  • કૂક – 10 પાસ સાથે કેટરિંગમાં ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર
  • પેઇન્ટર -10 પાસ સાથે પેઈન્ટિંગ ટ્રેડમાં આઈટીઆઈ.
  • સુથાર – 10મી પાસ સાથે સબંધત ટ્રેડમાં આઈટીઆઈ.
  • હાઉસ કિપીંગ સ્ટાફ – 10 પાસ.
  • મેસ સ્ટાફ – 10 પાસ.
  • એમટીએસ – 10 પાસ થયેલ હોવો જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!