ભારત ઈલેકટ્રોનીક્સ લિમિટેડમાં પ્રોજેક્ટ એન્જીનિયરના પદો ઉપર ભરતી માટે 60 જગ્યા જાહેર કરવામાં આવી છે. આ પદો ઉપર અરજી કરવા માટે ઉમેદવારો માટે બીએ, બીટેક કે બીએસસી એન્જીનિયરીંગ હોવું જરૂરી છે. આ પદો માટે આજથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ છે. ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી શકે છે.
- જગ્યાનું નામ – પ્રોજેક્ટ એન્જીનિયર (મેડિકલ ડિવાઈસીઝ)
- જગ્યાની સંખ્યા – 60
- પગાર – 35,000 રૂપિયા પ્રતિમાસ

ઉંમરની સીમા
ઉમેદવારોની વધારેમાં વધારે ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણના 1 ઓગષ્ટ 2020થી કરવામાં આવશે.
શેક્ષણિક યોગ્યતા
ઈલેકટ્રોનિક્સ, ઈલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઈલેકટ્રોનિક્સ એન્ડ ટેલીકોમ્યુનિકેશન, ટેલી કોમ્યુનિકેશન, કમ્યુનિકેશન, મેકેનિકલ, ઈલેક્ટ્રીક, ઈલેકટ્રીક એન્ડ ઈલેકટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, મેડિકલ ઈલેકટ્રોનિક્સ, મેડિકલ ઈન્સ્ટ્રુમેંટેશનમાં બીઈ, બીટેક, બીએસસી એન્જીનિયરીંગ (4 વર્ષ)

મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી પ્રારંભ થવાની તારીખ – 12 ઓગષ્ટ, 2020
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ – 26 ઓગષ્ટ, 2020
અરજી ફી
સામાન્ય, ઓબિસી, ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી માટે રૂપિયા 500 જમા કરાવવાના રહેશે. એસસી, એસટી, પીડબલ્યુડી વર્ગ માટે આ અરજી નિઃશુલ્ક રહેશે. ફીની ચુકવણી એસબીઆઈ કલેક્ટથી કરવાની રહેશે.

અરજી અને પ્રક્રિયા
બિએએલની વેબસાઈટ ઉપર જઈને દેવામાં આવેલા નિર્દેશો અનુસાર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી બીઈ, બીટેકમાં પ્રાપ્ત થયેલા માર્ક્સ, કામનો અનુભવ અને વીડિયો આધારિત ઈન્ટરવ્યુ ઉપરથી થશે.
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ