પંજાબ એન્ડ સિંધ બેંકે IT મેનેજર સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. જે ઉમેદવારોએ હજુ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી નથી, તે ઉમેદવારો 28 નવેમ્બર 2021 સુધી બેંકની અધિકૃત વેબસાઇટ punjabandsindbank.co.in દ્વારા અરજી કરી શકે છે. કુલ 40 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 19 નવેમ્બર 2021થી ચાલી રહી છે.

ઉમેદવારો આ સીધી લિંકની મુલાકાત લઇ https://punjabandsindbank.co.in/system/uploads/recruitment/2150 નોટિફિકેશન જોઈ શકે છે. આ લિંક પર જઈ https://ibpsonline.ibps.in/psbcsionov21 તમે સીધી અરજી પણ કરી શકો છો.
ખાલી જગ્યાઓની સંખ્યા
રિસ્ક મેનેજર (SMGS – IV) – 1 પોસ્ટ
રિસ્ક મેનેજર (MMGS – 3) – 2 પોસ્ટ્સ
IT મેનેજર (MMGS – 3) – 13 પોસ્ટ્સ
IT મેનેજર (MMGS – 2) – 24 પોસ્ટ્સ
શૈક્ષણિક લાયકાત
રિસ્ક મેનેજર (SMGS – IV) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા MBA ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. જ્યારે IT મેનેજરની પોસ્ટ માટે MMGS-3 અને MMGS-2 માટે ઉમેદવાર પાસે કમ્પ્યુટર સાયન્સમાં B.Tech ડિગ્રી હોવી જોઈએ. વધુ શૈક્ષણિક લાયકાતની માહિતી માટે ઉમેદવારો જાહેર કરાયેલ સત્તાવાર સૂચના જોઈ શકે છે.
વય મર્યાદા:
આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 25 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, અધિકતમ વય મર્યાદામાં, OBC ઉમેદવારો માટે 3 વર્ષ અને SC અને ST ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરવામાં આવશે. ઉમેદવારો આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે જારી કરાયેલ સત્તાવાર સૂચના જોઈ શકે છે.
આ તારીખોને રાખો ધ્યાનમાં
અરજીની શરૂઆતની તારીખ – 19 નવેમ્બર 2021
અરજી કરવાની છેલ્લી તારીખ – 28 નવેમ્બર 2021
અરજીની હાર્ડ કોપી સબમિટ કરવાની છેલ્લી તારીખ – 8 ડિસેમ્બર 2021
સત્તાવાર વેબસાઇટ – punjabandsindbank.co.in
કેવી રીતે કરવી અરજી –
સૌ પ્રથમ, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ punjabandsindbank.co.in પર જાઓ .
હોમ પેજ પર આપેલ Recruitment વિભાગ પર ક્લિક કરો.
હવે RECRUITMENT FOR THE POSTS OF RISK MANAGER IN SMGS-IV & MMGS-III AND IT MANAGERS IN MMGS-III & MMGS-I લિંક પર ક્લિક કરો.
Apply Online પર કરો ક્લિક કરો.
મેઇલ આઈડી દાખલ કરીને રજીસ્ટર કરો અને તમામ દસ્તાવેજો અપલોડ કરો.
હવે સબમિટ પર ક્લિક કરો
ALSO READ
- ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ