GSTV

Movie Review: સરકાર 3

Last Updated on May 12, 2017 by

વર્ષ 2005માં ડિરેક્ટર રામગોપાલ વર્મા ફેમસ હોલીવૂડ ફિલ્મ ગૉડફાધરની હિન્દી રિમેક ફિલ્મ સરકાર બનાવી હતી. જે ઓડિયન્સને પસંદ આવી હતી. ત્યારબાદ રામૂ 2008માં સરકાર રાજ લઇને આવ્યા જેને બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો અને હવે લગભગ 9 વર્ષ પછી રામૂ આ સીરિઝની ત્રીજી ફિલ્મ સરકાર 3 લઇને આવ્યા છે, જેમાં કેટલાય નવા કેરેક્ટર્સની એન્ટ્રી થઇ છે અને ફિલ્મનો પ્લોટ પણ અલગ છે તો જોઇએ ફિલ્મનો રીવ્યુ….

સુભાષ નાગરે એટલે કે સરકાર (અમિતાભ બચ્ચન) મહારાષ્ટ્રના ખૂબ જ પાવરફુલ પોલિટિકલ ફેમિલીનો સૌથી વુદ્ઘ સભ્ય છે. આજે પણ પરિવારમાં તેની વાતોનું મહત્વ છે. સરકાર ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે, કેમકે તેમની તાકાત તેમને ઓડિયન્સની સાથે જકડી રાખે છે. સરકારની ફેન્ચાઇઝીમાં આ વખતે ફિલ્મમાં તેમની સાથે તેમનો પૌત્ર શિવજી નાગરે (અમિત સાધ) જોવા મળી રહ્યો છે. જે તેના દાદાને જેટલો પ્રેમ કરે છે, તેટલી જ નફરત પણ કર છે શુ શિવજી સુભાષને દગો આપશે? કે પછી પોતે જ તેના દાદાના ષડયંત્રનો શિકાર બની જશે?

સ્ટોરી:

ફિલ્મની વાર્તા સુભાષ નાગરે એટલે કે સરકાર(અમિતાભ બચ્ચન) તથા તેમના પરિવારની આસપાસ ફરે છે. સુભાષ નાગરેનો પૌત્ર ચીકુ ઉર્ફે શિવજી નાગરે (અમિત સાધ) ગામથી મુંબઈ દાદાની પાસે આવે છે જે સરકારની કામ કરવાની સ્ટાઇલ પર નજર રાખતો હોય છે. શિવાજીની ગર્લફ્રેન્ડ અનુ (યામી ગૌતમ) પોતાના પિતાની મૃત્યુનો બદલો લેવા માંગ છે અને તે માટે શિવજીની મદદ લેવા ઇચ્છે છે. સરકારનો ખૂબ જ નજીકના માણકો (રોનિત રૉય) અને ગોરખ (ભરત દાભોલકર) કંઇક એવુ કરે છે, જેના કારણે વાર્તમાં કેટલાય ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે, સાથે જ નેતા દેશપાંડે (મનોજ બાજપાઇ) અને બિઝનેસમેન માઇકલ વાલ્યા (જેકી શ્રોફ)ની એન્ટ્રી થાય છે.વાલ્યાને સરકાર અને તેની નીતિઓથી સખ્ત નફરત હોય છે, જેના કારણે તે સરકારની સામ્રાજ્યને જડમૂળથી ઉખાડી નાખવા માંગે છે. શું તે આ પ્લાનમાં સક્સેસફલ થાય છે કે નહીં તે માટે ફિલ્મ જોવાની રહેશે.

ડિરેક્શન:

ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ, કેમેરા વર્ક કમાલનું છે. ફિલ્મના શૂટિંગને રિયલ રાખવાનો પ્રયાસ થયો છે. પરંતુ ફિલ્મની વાર્તા ખૂબ જ પ્રેડિક્ટેબલ છે તેના પર હજી વધુ કામ કરવાની જરૂર હતી.ફિલ્મનો એક પણ સીન આગળના સીનને પૂરો કરતો નથી. સ્ક્રિનપ્લે ઘણો જ ફોર્સફૂલ હોય તેમ લાગે છે. ફિલ્મમાં કેટલાય સીન્સ લાંબા છે, જેને નાના કરીને ફિલ્મને વધારે ક્રિસ્પ બનાવી શક્યા હોત. સરકારની અગામી ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ લાઈટ અને શેડોનો અદભૂત ઉપયોગ કરાયો છે. આ સાથે ગોવિંદા ગોવિંદા વાળું બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મમાં જામે છે.

એક્ટિંગ:

અમિતાભ બચ્ચનની એક્ટિંગ અને અંદાજ પણ તમને અભિભૂત કરવા માટે પૂરતા છે. અમિતાભના ચાહકો માટે આ એક શાનદાર ફિલ્મ છે.  તેમની હાજરી દરેક ફ્રેમને મજબૂત બનાવે છે. અમિતાભ બચ્ચનની સાથે અમિત સાધ, મનોજ બાજપાઇ, જેકી શ્રોફ, યામી ગૌતમ જેવા દરેક પાત્રોએ પોતાના રોલ સારી રીતે પ્લે કર્યા છે.

મ્યુઝિક:

ફિલ્મનું સંગીત ઠીક છે પણ બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. અમિતાભ બચ્ચન દ્વારા દ્વારા ગવાયેલી ગણેશ આરતી સુપર્બ છે અને સાથે જ ગોવિંદા ગોવિંદા ગીત આખી ફિલ્મમાં આવતું રહે છે.

ફિલ્મ જોવી કે નહીં:

અમિતાભ બચ્ચનનું શાનદાર પરફોર્મન્સ જોવા માટે આ ફિલ્મ ચોક્કસથી જોવી જોઇએ

 

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

Global Citizen Live Event/ પ્રિયંકા ચોપરાએ એફિલ ટાવર પાસે શાનદાર પોઝ, વાયરલ થઇ ફોટો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!