GSTV
Home » News » પાક. ને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર સરફરાઝને થયો ફાયદો

પાક. ને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર સરફરાઝને થયો ફાયદો

ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પાકિસ્તાનની ટીમને વિજેતા બનાવનાર કપ્તાન સરફરાઝ અહેમદને પાકિસ્તાનની ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. આમ, તે ક્રિકેટના ત્રણેય ફોરર્મેટ ટેસ્ટ, વન ડે અને ટ્વેન્ટી-20માં પાકિસ્તાનની  ટીમનો કપ્તાન બનશે.

ઇસ્લામાબાદમાં આયોજિત એક સન્માન સમારોહમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન શહરયર ખાને સરફરાઝ અહેમદને ટેસ્ટ ટીમનો
કપ્તાન બનાવ્યાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હું આ તકે સરફરાઝને વન ડે અને T-20 ની સાથે જ ટેસ્ટની કપ્તાની સોંપવાની જાહેરાત કરુ છુ. કાર્યક્રમમાં વડાપ્રધાન નવાજ શરીફ પણ હાજર હતા. શરીફે આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાટીમના દરેક સભ્યને 1-1 કરોડ રૂપિયા અને ટીમ મેનેજમેન્ટને 50-50 લાખ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરી હતી.

આમ, સરફરાઝ શ્રીલંકા સામે રમાનાર ત્રણ ટેસ્ટની સિરીઝમાં ટીમનું સુકાન સંભાળશે. આ સિરીઝ સંભવત: સંયુક્ત અરબ અમીરાતમાં ઓક્ટોબર મહિનામાં આયોજિત થશે. ઉલ્લેખનીય છે કે, સરફરાઝના નેતૃત્વમાં પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતને 180 રનથી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

Related posts

પાકિસ્તાની ખેલાડીએ આર્ચરને લગાવી ફટકાર, બોલ્યા- સ્મિથના હાલચાલ પણ ન પુછ્યા

Kaushik Bavishi

કોહલી થયો ભાવુક, કરિયરના 11 વર્ષ પુરા થવા પર લખી આ પોસ્ટ

Kaushik Bavishi

IND vs WI અભ્યાસ મેચ : પુજારાની સદી, ભારતે બનાવ્યા 5 વિકેટ પર 297 રન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!