GSTV
Cricket Sports Trending

રણજી ટ્રોફી/ ફાઇનલ મેચમાં સરફરાઝ ખાનની ધુંઆધાર બેટિંગ, સદી ફટકારતાં જ પોતાના નામે કર્યો આ રેકોર્ડ

રણજી

ક્રિકેટના મેદાનમાં કોઇને કોઇ રેકોર્ડ બનતા અને તૂટતા રહે છે, કહેવાય છે ને કે, રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની ફાઈનલ મેચ મધ્યપ્રદેશ અને મુંબઈ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના રાઇટ હેન્ડ બેટ્સમેન સરફરાઝ ખાને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. સરફરાઝે આ રણજી સિઝનમાં પોતાના 900 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે.

બુધવારે ફાઇનલ મેચના પહેલા દિવસે સરફરાઝે 190 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે તેણે 900 રન પણ પૂરા કર્યા. આ સીઝનમાં સરફરાઝનો એક પછી એક સદી ફટકારી રહ્યા છે.

રણજી

આ મેચની જો વાત કરવામાં આવે તો ફાઈનલ મેચના પહેલા દિવસે મુંબઈ તરફથી યશસ્વી જયસ્વાલે 78 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 248 રન કર્યા હતા. જયસ્વાલે કેપ્ટન પૃથ્વી શૉ સાથે પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી નોંધાવી હતી.મધ્યપ્રદેશ માટે ઓફ સ્પિનર ​​સરંશ જૈને 2/31, જ્યારે અનુભવ અગ્રવાલે 2/56 વિકેટ લીધી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને પાછળ છોડ્યા

મધ્યપ્રદેશ અને મુંબઈ વચ્ચે રમાયેલી આ રણજી ટ્રોફીમાં સરફરાઝે 2000થી વધુ રન બનાવનાર ખેલાડીઓની સરેરાશના મામલે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ અને અનુભવી બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને પાછળ છોડી દીધો છે.

  • આ લિસ્ટમાં રશિયન મોદી સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબરે પહોંચ્યા
  • સરફરાઝ ખાને 23 મેચમાં 81.7ની એવરેજથી 2288 રન ફટકાર્યા
  • આ દરમિયાન તેમણે 7 સદી ફટકારી
રન

સચિન તેંડુલકર

આ લિસ્ટમાં સૌથી ઉપર GOD OF Cricket સચિન તેંડુલકર નું નામ આવે છે, જેમણે 38 મેચમાં 87.4 ની એવરેજથી 4281 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેમણે 18 સદી ફટકારી હતી.

વિજય મર્ચેન્ટ

આ લિસ્ટમાં બીજા નંબરે વિજય મર્ચેન્ટનું નામ આવે છે. મર્ચેન્ટે 32 રણજી મેચમાં 98.4ની એવરેજથી 3639 રન ફટકાર્યા હતા. મર્ચેન્ટના નામે 16 શતક છે.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડે તેની કારકિર્દીમાં 17 સદી ફટકારી હતી. રાહુલ દ્રવિડે 48 મેચમાં 81.2ની એવરેજથી 4874 રન બનાવ્યા છે. જ્યારે વીવીએસ લક્ષ્મણે 53 મેચમાં 80.1ની એવરેજથી 5764 રન બનાવ્યા છે. તેમણે 23 સદી ફટકારી હતી.

Read Also

Related posts

Recipe / ઘરે બનાવો મસાલેદાર અને સ્વાદિષ્ટ પરંપરાગત મારવાડી પાપડનું શાક

Drashti Joshi

WTC FINAL/ ઓસ્ટ્રેલિયન ખેલાડી  ટ્રેવિસ હેડે રચ્યો ઇતિહાસ, 48 વર્ષ બાદ આવું પ્રથમ વખત બન્યું

Padma Patel

હવે તમે ચૂકવણી કરીને ખરીદી શકશો ઇન્સ્ટા-એફબી બ્લુ ટિક , તમારે ચૂકવવા પડશે આટલા પૈસા

Hina Vaja
GSTV