GSTV
Home » News » સરદારના પરિવારજનોને પણ સરકાર ન સાચવી શકી, હૃદય સુધી જવાનો ન મળ્યો મોકો

સરદારના પરિવારજનોને પણ સરકાર ન સાચવી શકી, હૃદય સુધી જવાનો ન મળ્યો મોકો

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા સરદાર પટેલના પરિવારજનોની સરકાર અને આયોજકોએ ઘોર ઉપેક્ષા કરી હતી. જેઅોને પણ લાઈનોમાં ઉભા રહીને સરદારની ઉપલબ્ધીઅોને નિહાળવી પડી હતી. અાયોજકો મોદી સાહેબના કાર્યક્રમમાં અેટલા વ્યસ્ત હતા કે, સરદારના પરિવારજનો સરદારના કાર્યક્રમમાં અેકલા પડી ગયા હતા. અામ છતાં અા પરિવારે સરદારની જેન વિશાળ હ્દયનો પરિચય કરાવ્યો હતો. અને અેક પણ જાતની કોઈ ફરિયાદ કરી ન હતી.

મોટ ઉપાડે સરદારના પરિવારજનોને આમંત્રણ તો આપી દીધુ હતુ પણ કાર્યક્રમ સ્થળે સરકારે કે આયોજકોએ તેમનો ભાવ સુધ્ધા પૂછ્યો ન હતો.ભાજપના નેતાઓ અને કાર્યકરો વડાપ્રધાનની જીહજુરીમાં વ્યસ્ત રહ્યા હતા અને સરદારના પરિવારના સભ્યો અટવાઈ ગયા હતા. પહેલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કાર્યક્રમમાં હાજર રહેલા સરદારના વંશજોનો ઉલ્લેખ સુધ્ધા કર્યો ન હતો. એ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે પણ સરદારના પરિવારજનોનું ઘોર અપમાન કરાયુ હતુ.

તેમને પ્રતિમાની ઉપર લઈ જવા માટે લાગેલી લાઈનમાં ઉભા રહેવુ પડયુ હતુ.કારણકે સરકારમાંથી કોઈ જવાબદાર નેતા, આગેવાન કે અધિકારી તેમની સાથે હતો નહી. જોકે સરદાર પટેલના પરિવાજનોએ કોઈ ફરિયાદ કે હંગામો કર્યો ન હતો. ખેદની વાત એ હતી કે લાઈનમાં ઉભા રહ્યા પછી પણ તેમને લિફ્ટમાં બેસીને પ્રતિમાની ઉપર જવાનો મોકો મળ્યો નહોતો. તેમને તેમની સાથેના ગાઈડે મોબાઈલમાં વીડિયો બતાવીને સમજાવી દીધુ હતુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉપરના સ્થળે આ રીતે જવાય છે.

સન્માનથી તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા

સરદાર પટેલના પરિવારના જે સભ્યો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમાં વડોદરા સરદારના નાના ભાઈ કાશીભાઈના પૌત્રી ઉર્મિલાબેનનો પણ સમાવેશ થતો હતો. સરદારની ભવ્ય પ્રતિમા અને તેના સન્માનથી તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે સરદાર ગંભીર રીતે બિમાર હતા ત્યારે દેહ છોડતા પહેલા તેમણે તેમના પુત્રી મણીબેનને અમારા પરિવાર સાથે જ રહેવા માટે કહ્યુ હતુ. મણીબેન અમારા પરિવાર સાથે રહ્યા હતા. તેથી જ તેમની સાદગીના ગુણો અમારામાં ઉતર્યા છે. ઉર્મિલાબેને કહ્યુ હતુ કે સરદારની સાદગીની પરંપરા અમે પણ જાળવી રાખી ચે અને તેથી જ અમે ક્યારેય રાજકારણમાં આવ્યા નથી અને ક્યારેય સરદારના નામનો ઉપયોગ કર્યો નથી.

Related posts

ફુલેવરનું શાક નહી પરંતુ આ સપ્તાહે બાળકોને બનાવીને ખવડાવો મંચૂરિયન

Mansi Patel

77 વર્ષની દાદી પૌત્ર રમાડવાની ઉંમરે મોડલિંગના રવાડે ચડી અને પછી જે થયું તે જાણી આખી દુનિયા હેરાન છે

Mayur

સૈક્રેડ ગેમ્સની એક્ટ્રેસને શિકાગો એરપોર્ટ પર રોકવામાં આવી, અધિકારીઓએ કરી લાંબી પૂછતાછ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!