GSTV

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

ફ્લાઇટ

Last Updated on November 27, 2021 by pratik shah

કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા ઘટાડા અને તેની સામે વેક્સિનેશન વધતાં હવે જનજીવન પૂર્વવત્ ધબકતું થઇ ગયું છે. કોરોનાએ પગપેસારો કર્યો તે અગાઉની સ્થિતિએ જનજીવન ફરી પાટે ચઢી ગયું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. આ બાબત અમદાવાદ એરપોર્ટ ખાતે વધી રહેલી મુસાફરોની અવર-જવર પરથી પણ પુરવાર થાય છે. અમદાવાદ એરપોર્ટમાં ઓક્ટોબર મહિનામાં ૬૫,૭૨૨ વિદેશી મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. માર્ચ ૨૦૨૦ એટલે કે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારબાદ અમદાવાદ એરપોર્ટમાં નોંધાયેલી આ વિદેશી મુસાફરોની સૌથી વધુ અવર-જવર છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે ઓક્ટોબર મહિનામાં વિદેશ માટેની કુલ ૫૨૨ ફ્લાઇટની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ ૧૨૬ વિદેશ માટેના મુસાફરો અવર-જવર કરતા હોય છે. અમદાવાદ એરપોર્ટમાં માર્ચ ૨૦૨૦માં વિદેશ માટેના ૯૧૫૮૪ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આ ૧૯ મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક ૫૦ હજારને પાર થયો છે.

અમદાવાદ એરપોર્ટમાં ફ્લાઇટ, મુસાફરોની અવર-જવર

સપ્ટેમ્બર

  • કુલ ડોમેસ્ટિક ફ્લાઇટ : ૪,૧૦૩
  • કુલ ડોમેસ્ટિક મુસાફરો: ૪,૧૬,૬૨૭
  • કુલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ: ૪૩૩
  • કુલ ઇન્ટરનેશનલ મુસાફરો: ૪૬,૭૨૮

ઓક્ટોબર

અમદાવાદ એરપોર્ટમાં ફ્લાઇટ, મુસાફરોની અવર-જવર

સપ્ટેમ્બર

  • કુલ ડોમેસ્ટિક ફ્લાઇટ : ૪,૧૦૩
  • કુલ ડોમેસ્ટિક મુસાફરો: ૪,૧૬,૬૨૭
  • કુલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ: ૪૩૩
  • કુલ ઇન્ટરનેશનલ મુસાફરો: ૪૬,૭૨૮
  • ઓક્ટોબર
  • કુલ ડોમેસ્ટિક ફ્લાઇટ : ૪,૭૭૩
  • કુલ ડોમેસ્ટિક મુસાફરો : ૪,૯૩,૧૨૫
બ્રિટન
  • કુલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ : ૫૨૨
  • કુલ ઇન્ટરનેશનલ મુસાફરો : ૬૫,૭૨૨
  • કુલ ડોમેસ્ટિક ફ્લાઇટ : ૪,૭૭૩
  • કુલ ડોમેસ્ટિક મુસાફરો : ૪,૯૩,૧૨૫
  • કુલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ : ૫૨૨
  • કુલ ઇન્ટરનેશનલ મુસાફરો : ૬૫,૭૨૨

અમદાવાદ એરપોર્ટમાં સપ્ટેમ્બરમાં વિદેશ માટેના ૪૬૭૨૮ મુસાફરોની અવર-જવર હતી. આમ, એક મહિનામાં જ વિદેશ માટેના મુસાફરોના પ્રમાણમાં ૩૫%નો વધારો નોંધાયો છે. નવેમ્બર મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે વિદેશી મુસાફરોની અવર-જવર ૮૦ હજારથી પણ વધે તેની સંભાવના છે.

ગોવા

અમદાવાદ એરપોર્ટમાં સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબરમાં ડોમેસ્ટિક મુસાફરોમાં ૧૮% જેટલો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ૪.૧૬ લાખ જ્યારે ઓક્ટોબરમાં ૪.૯૩ લાખ વિદેશી મુસાફરોની અવર-જવર હતી. આ સ્થિતિએ ઓક્ટોબર માસમાં અમદાવાદ એરપોર્ટ ખાતે દરરોજ સરેરાશ ૧૫૯૦૭ મુસાફરોની અવર-જવર હતી.

ગુજરાતના એરપોર્ટમાં ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર
એરપોર્ટ                  ઓક્ટોબર  સપ્ટેમ્બર
અમદાવાદ          4,93,1254,16,627
સુરત                 85,92480,725
વડોદરા               64,22848,022
રાજકોટ               45,65635,930
કંડલા                 9,9468,983
દીવ                  3,2492,203
જામનગર             7,7875,368
પોરબંદર            2,6642,043
ભૂજ                 1,8631,584
ભાવનગર            4,7705,369

જેની સરખામણીએ અમદાવાદમાં ૪૭૭૩ ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર હતી. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૧૦૩થી વધુ મુસાફરો હોય છે. અમદાવાદ સિવાય રાજ્યના અન્ય એરપોર્ટમાં પણ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સુરતમાં સપ્ટેમ્બરમાં ૮૦૭૨૫-ઓક્ટોબરમાં ૮૫૯૨૪, વડોદરામાં સપ્ટેમ્બરમાં ૪૮૦૨૨-ઓક્ટોબરમાં ૬૪૨૨૮ મુસાફરોની અવર-જવર હતી.

READ ALSO

Related posts

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

વિધાનસભા ચૂંટણીની તૈયારી / ગુજરાત યુથ કોંગ્રેસે જનરલ સેક્રેટરીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જુઓ કોણ ક્યા કરશે સંગઠન માટે કામ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!