GSTV
Home » News » ભાજપના છોટે સરદારે મોદીને બદલે સોનિયા સાથે સંસદમાં સરદારને અર્પી પુષ્પાંજલી

ભાજપના છોટે સરદારે મોદીને બદલે સોનિયા સાથે સંસદમાં સરદારને અર્પી પુષ્પાંજલી

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ હાંસિયામાં ધકેલાયેલા ભાજપના એક સમયના લોહપુરુષ લાલકૃષ્ણ અડવાણી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે દેખાયા નહોતા.

લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સંસદમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ આપતા નજરે પડ્યા હતા. ભાજપે જ અડવાણીને છોટે સરદાર અને લોહપુરુષનુ બિરુદ આપ્યુ હતુ. એક તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન સહિત ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ લોકાર્પણ સ્થળે હાજર રહતા ત્યારે ગુજરાતમાં ગાંધીનગરના સાંસદ અડવાણીની ગેરહાજરી ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.

નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં ભાજપનુ શાસન આવ્યા બાદ અડવાણીને પાર્ટીના માર્ગદર્શક મંડળમાં સ્થાન અપાયુ છે. એ પછી અડવાણી જાહેર કાર્યક્રમોમાં ઓછા દેખાય છે. રસપ્રદ વાત એ છે કે 2013ની 31મી ઓક્ટોબરે જ્યારે આ જ સ્થળે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો ત્યારે અડવાણી હાજર હતા અને બંનેએ એક સાથે દિપ પ્રાગટ્ય કર્યુ હતુ.તે વખતે લાલકૃષ્ણ અડવાણીનુ પાર્ટીમાં વજન પડતુ હતુ અને નરેન્દ્ર મોદીની પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ નહોતી

Related posts

આણંદપુર ગામની એક ઓરડી એવી છે જ્યાં કીડીઓની માફક વીંછીઓ રખડે છે

Mayur

દક્ષિણ ભારત બાદ હવે ઉતર ભારતમાં મેઘરાજાની ઈનિંગ શરૂ, ઉતરાખંડમાં આભ ફાટ્યું

Mayur

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!