ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.96 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે .24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે.

જેને કારણે હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે.હાલ તો ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે.

આવનારા દિવસોમાં ચોમાસુ નબળું રહે તોય ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં ડેમ સક્ષમ થવા જઇ રહ્યો છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત