GSTV
Home » News » સરદાર સરોવર : આ તારીખોને એક પણ ગુજરાતી ક્યારેય નહીં ભૂલે

સરદાર સરોવર : આ તારીખોને એક પણ ગુજરાતી ક્યારેય નહીં ભૂલે

વડાપ્રધાન મોદી આજે પોતાના 70મા જન્મદિવસની ઉજવણી મા રેવાના કિનારે કરી, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટીના વધામણા કરી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યુ હતું.

 • 5 એપ્રિલ 1961ના રોજ નર્મદા બંધનો શિલાન્યાસ થયો.
 • ઓક્ટોબર 1969માં ટ્રિબ્યુનલની રચના થઈ, એક દાયકા સુધી ભાગીદાર રાજ્યોની માંગણીઓ ઉપર સુનાવણી,અને વિચારણા પછી 1979માં સીમાચિહ્ન રૂપ ચુકાદો.
 • 1210 મીટર લાંબા અને પાયાથી 163 મીટર ઊંચા કોન્ક્રીટ ગ્રેવીટી ડેમના બાંધકામનો ઇજારો એપ્રિલ 1987માં અપાયો.
 • વર્ષ-1995માં બંધની ઊંચાઇ 80.30 મીટર થયેલ, ગુજરાત વિરોધીઓએ કરેલી રીટ પિટિશનને કારણે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે ઓર્ડર.
 • વર્ષ-1998-99માં ગુજરાત સરકારની રજુઆત ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે સ્ટે ઉપાડી લીધો, અને ઊંચાઈ 85 મીટર સુધી પહોંચી
 • વર્ષ-2000/01માં 90 મીટર સુધી કામ કરવામાં આવ્યું.
 • વર્ષ-2001માં મુખ્યમંત્રી તરીકે રાજ્યની શાસનધૂરા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી.
 • દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ અને નિર્ણયશક્તિ સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોજનાને આપી ટોચની અગ્રતા.
 • મુખ્યબંધનું કામ તબક્કાવાર આગળ વધારવાની મંજૂરી મેળવવા પુનર્વસન અને પર્યાવરણને લગતી તેમજ નાણાંકીય સ્ત્રોતની પૂરતી વ્યવસ્થા ગોઠવી.
 • જુલાઈ 2002માં બંધની ઊંચાઈ 95 મીટર, જુલાઈ 2003માં 100 મીટર અને 30 જૂન 2004ના રોજ 110.64 મીટર સુધી પહોંચાડવામાં આવી.
 • વર્ષ 2004માં 250 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ તેમજ ફેબ્રુઆરી 2005થી જૂન 2006 સુધીમાં 1200 મેગાવોટના રિવરબેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું, જેનો વધુ લાભ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને મળતા ત્રણેય રાજ્યોનું સંકલન વધુ મજબૂત બન્યું.
 • 8 માર્ચ 2006ના રોજ બંધની ઊંચાઈ 121.92 મીટર સુધી લઈ જવા પરવાનગી મળી, પણ વિવાદ થતાં તત્કાલીન કેન્દ્ર સરકારે 15 એપ્રિલ 2006ના રોજ રીવ્યુ કમિટીની બેઠક બોલાવી, અને નર્મદા બંધનું કામ આગળ ન વધારવા પ્રયત્ન કર્યો.
 • આ ગુજરાત વિરોધી પ્રયત્ન સામે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, બીજા જ દિવસે એટલે કે 16 એપ્રિલ 2006ના રોજ ઉપવાસનો આરંભ કર્યો, જેના કારણે તે વખતની કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રજાની માંગણી સ્વીકારવી પડી.
 • સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી કામ આગળ ચાલ્યું, અને ડિસેમ્બર 2006માં બંધ 121.92 મીટરની ઊંચાઈ હાંસલ કરી શક્યો. સંગ્રહ ક્ષમતા વધી, અને જળ વિધુત્તનું ઉત્પાદન પણ વધ્યું.
 • માર્ચ 2008માં 458 કી. મી. લાંબી વિશ્વની સિંચાઈ માટેની સૌથી મોટી નહેર, નર્મદા મુખ્ય નહેરનું કામ પૂર્ણ કરી પાણી રાજસ્થાન સુધી વહેવડાવવામાં આવ્યું.
 • વર્ષ 2009માં સૌથી મોટી શાખા નહેર, સૌરાષ્ટ્ર શાખા નહેર તેના પાંચ પંપિંગ સ્ટેશન સાથે પૂર્ણ કરી, 71 મીટરના ઉદવહન સાથે પાણી સુરેન્દ્નગરના ધોળી ધજા ડેમમાં પહોંચ્યા.
 • તબક્કાવાર સિંચાઈ લાભો મળતા થતા કૃષિ ઉત્પાદન ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ : સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના ખેડૂતો રોકડીયા પાક લેતા થયા, અને એક સમયની વેરાન જમીનને હરિયાળી કરી શક્યા.
 • નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના 17માં દિવસે બંધને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તથા ખુલ્લા રાખવાની સ્થિતિમાં દરવાજા લગાડવાની મંજૂરી આપી. તે જ દિવસથી કામનો આરંભ કરી, અવિરત ચાલુ રાખી, નિયત સમય મર્યાદા કરતા 9 માસ વહેલું પૂર્ણ કરાયું.
 • 16 જૂન 2017 નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની 89મી બેઠકમાં દરવાજા બંધ કરવાની મંજૂરી અપાઈ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે, તા. 17 જૂન 2017ના રોજ ડેમના તમામ 30 દરવાજા બંધ કરવામાં આવ્યા.
 • તા.15/9/2019ના રોજ નર્મદા ડેમ તેની પૂર્ણ જળાશય સપાટીએ એટલે કે 138.68 મીટર ભરાયો, અને ગુજરાતની પ્રજાનું વર્ષો જુનું સ્વપ્ન થયું સાકાર.
 • 138.68 મીટર એટલે કે, 455 ફૂટ સુધી પાણીનો જીવંત સંગ્રહ થતા 4.73 મિલિયન એકર ફૂટ જળ સંગ્રહ શક્ય બન્યો.

READ ALSO :

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાવ તે પહેલાં વાહનનો આ નવો નિયમ વાંચી લેજો, નહીંતર પસ્તાશો

Dharika Jansari

આ ખાસ પ્રસંગે પીએમ મોદી આવશે ગુજરાત, ભવ્ય ઉજવણીનું છે આયોજન

Nilesh Jethva

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!