GSTV

સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો, ગુજરાતનું જળ સંકટ દૂર

Last Updated on July 18, 2019 by Alap Ramani

તો સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો થયો છે. 12 કલાક 27 સેમીનો વધારો થયો હતો. ઉપરવાસમાંથી 17 650 ક્યુસેક પાણીની આવક થઇ હતી. સતત આવકને પગલે ડેમનું જળ સંકટ દૂર થયુ છે. ડેમની સપાટી 110.15 મીટર પહોચી છે. જેથી પાવર સ્ટેશન શરૂ થવાની શક્યતાઓ છે. .હાલ ડેમમાં 3631.51  MCM પાણીનો જથ્થો થયો છે.

સુરતમાં મધરાત્રીથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે શહેરના ગરનાળાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા. ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ લીંબાયત અને નવાગામ – ડીંડોલીને જોડતા ગરનાળામા વરસાદી પાણી ભરાયા છે.  આ ગરનાળામાંથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થયા છે. ત્યારે  નવાગામ- ડિંડોલી ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ડાંગમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વઘઈમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.  સાપુતારામાં એક ઈંચથી વધારે સુબિરમાં  એક ઈંચ જેટલો તો આહવામાં 19 મીમી વરસાદ પડ્યો છે.  મહત્વનું છે કે, વઘઈમાં સિઝનનો કુલ 61.0 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આહવામાં 32, સુબિર અને સાપુતારામાં 30-30 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!