GSTV
Home » News » નર્મદાના પાણી માટે આ છે ગુજરાત સરકારનો માસ્ટરપ્લાન, નીતિનભાઈ અને રૂપાણીની છે નજર

નર્મદાના પાણી માટે આ છે ગુજરાત સરકારનો માસ્ટરપ્લાન, નીતિનભાઈ અને રૂપાણીની છે નજર

ગુજરાતના ચાર કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરૂં પાડી રહેલો નર્મદા ડેમ ખરેખર ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન સાબિત થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ઓછા વરસાદને કારણે નર્મદા ડેમ પૂરો છલકાય શકતો ન હતો. 2017માં સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી એટલે 138 મીટર સુધીના દરવાજા બંધ કરી દેવાયા હતા. ત્યારબાદથી નર્મદા ડેમમાં પાણીનો આવરો ઓછો રહ્યો હતો પરંતુ આ વખતે નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર કરી જતા ડેમ ઓવરફલો થઇ રહ્યો છે.

60 હજાર કરોડથી વધારેનો ખર્ચો કરાયો

નાયબ મુખ્યમંત્રી અને નર્મદાના મંત્રી નીતિન પટેલ આ અંગે જણાવે છે કે, નર્મદા યોજના પૂરી કરવા પાછળ 60 હજાર કરોડથી વધારેનો ખર્ચો કરાયો છે. ગુજરાત જેના માટે આતુર હતું તેવી આ યોજના નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તમામ મદદ મળતાં પૂરી થઈ શકી છે. આગામી 25 થી 30 દિવસની અંદર નર્મદા ડેમમાં 138 મીટર સુધી પાણી ભરાશે એવું ગુજરાત સરકારનું આયોજન છે.

જો આ શક્ય બનશે તો ગુજરાતમાં એક નવો ઇતિહાસ સર્જાશે મધ્યપ્રદેશ આ અંગે થોડો વાંધો ઉઠાવે છે પરંતુ ગુજરાત પોતાની વ્યાજબી વાત રજૂ કરશે. જેથી નર્મદા કંટ્રોલ ઓથોરીટી 138 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી આપશે. તાજેતરમાં જ ઉપરવાસમાંથી ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાંચથી છ લાખ ક્યુસેક પાણીનું પૂર આવ્યું છે જે ગુજરાત માટે આશીર્વાદરૂપ બન્યું છે.

નર્મદાના પાણીનો મહત્તમ લાભ ગુજરાતને મળે છે

નર્મદા પાણીથી 1200 મેગાવોટ હાઈડ્રો પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન પણ ચાલુ કરાયું છે. જેમાંથી મોટાભાગની વીજળી મધ્યપ્રદેશ લઈ જાય છે જ્યારે નર્મદાના પાણીનો મહત્તમ લાભ ગુજરાતને મળે છે. હાલમાં જે પાણી છોડાઈ રહ્યું છે તેનો લાભ મહી નદી અને સાબરમતી નદીને મળી રહ્યો છે ઉપરાંત વધારાના પાણીથી સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. 

ઉપરાંત ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદાના વધારાના પાણીથી સૂકા તળાવો ભરવામાં આવી રહ્યા છે. હજુ આગામી એક મહિના સુધી ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેશે. જેથી પાણીનો આ લાભ કામ ચલાવ નથી પરંતુ આખી સિઝન સુધી નર્મદા યોજનાનો લાભ ગુજરાતના લોકોને અપાશે.

નર્મદા મંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે નર્મદા ડેમની 138 મીટરની સર્વોચ્ચ સપાટી સુધીનું પાણી ભરવાની કાર્યવાહી તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે. જો મધ્યપ્રદેશનો કોઈ મોટો હશે તો તેને ઉકેલી લેવામાં આવશે. હાલમાં મધ્યપ્રદેશના વિશાળ એવા ઈન્દિરા સાગર માંથી ઓછું પાણી છોડાઈ રહ્યું છે. પરંતુ આગામી સમયમાં ઈન્દિરા સાગર તેની પૂર્ણ સપાટીએ છલકાઈ ગયા બાદ તેનું વધારાનું પાણી મધ્ય પ્રદેશ મુજબ નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં છોડશે ત્યારે આ પાણીનો લાભ પણ ગુજરાતને જ મળવાનો છે.

અધિકારીઓ આયોજનથી અજાણ કે ચૂપ

આશ્ચર્યની વાત એ છે કે, ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા યોજનાના પાણીના સંદર્ભમાં તમામ નજર રાખી રહ્યા છે પરંતુ સરદાર સરોવર યોજનાની જેની સંપૂર્ણ જવાબદારી છે તેવા આઇએએસ અધિકારીઓ તેમજ નર્મદા યોજનાના એન્જિનિયરો અને ઉચ્ચ અધિકારીઓને આ અંગેની કોઇ જ ખબર હોતી નથી આ બાબત ઘણી ગંભીર છે.

Related posts

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!