GSTV
Home » News » ગુજરાત માથેથી સૌથી મોટો ખતરો ટળ્યો, હવે છે પાણીની અા સ્થિતિ

ગુજરાત માથેથી સૌથી મોટો ખતરો ટળ્યો, હવે છે પાણીની અા સ્થિતિ

રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલ ૨૮૫૪૬૩ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૨૯ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમ માં ૧૮૨૮૨૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૪.૭૩ ટકા જેટલું થાય છે.  ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૫૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૨.૧૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૦.૨૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૨.૭૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૫૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં ૪૫૬૨૭ કયુસેક, વણાકબોરીમાં ૨૫૫૦ કયુસેક, દમણગંગામાં ૬૮૫૧ કયુસેક, કડાણામાં ૧૪૯૪૦ કયુસેક, કરજણમાં ૩૮૦૪ કયુસેક, ધરોઇમાં  ૨૨૨૨ કયુસેક અને પાનમ જળાશયમાં ૨૦૮૫ કયુસેક પાણીની આવક છે. હાલમાં વણાકબોરીમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગામાંથી ૫૦૮૪ કયુસેક અને કરજણ જળાશયમાંથી ૬૩૯૪ કયુસેક પાણીની જાવક છે.

  • રાજયના ૨૦૩ જળાશયોમાં આજે ૫૧.૨૯ ટકા જળસંગ્રહ, સરદાર સરોવરમાં ૫૪.૭૩ ટકા જળસંગ્રહ
  • 203 જળાશયોમાં 51.29 ટકા જળસંગ્રહ
  • સરદાર સરોવર ડેમમાં 53.72 ટકા જળસંગ્રહ
  • 203 જળાશયોમાં 2,85,463 અેમસીઅેફટી જળસંગ્રહ

Related posts

ફ્લિપકાર્ટના સેલમાં Apple iPhone XS પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉટ, જાણો તેના ફીચર્સ

Mansi Patel

ચેકને લઇને RBIએ બદલી નાંખ્યો નિયમ, આ તારીખ સુધીમાં બદલાવી લો ચેકબુક નહીંતર…

Bansari

દેશના આ 3 રાજ્યોમાં કોંગ્રેસનો 30 વર્ષથી વનવાસ, રાહુલે પીએમ બનવું હશે તો બદલવી પડશે રણનીતિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!