સરદારજીએ અરબી ગીત પર ભાંગડા કર્યો અને લોકો જુઓ શું કરતા હતા, Video થઈ ગયો Viral

કહેવાય છે કે સંગીતની કોઈ ભાષા નથી હોતી અને આવું જ કંઈક એક સરદારજીએ સાબિત કરી બતાવ્યું છે. હકીકતમાં અરબી ગીત પર સરદાજીનો ભાંગડા ઈન્ટરનેટ પર છવાયેલો છે. વીડિયોમાં સરદાજી આમાં સ્થાનીય વોલંટિયરની સાથે લેબનાનમાં ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને Khalsa Aid નામના ટ્વીટર એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.

આ સરદારજી વીડિયો પોસ્ટ કરવા વાળી ખાલસા એડ નામની એનજીઓના એડ કોર્ડિનેટર છે. જેમનું નામ ભરપૂર સિંહ છે. એનજીઓએ વીડિયો પોસ્ટ કરતા જણાવ્યું કે, કંઈક આ રીતે અમે દુરીઓ ઓછી કરીએ છીએ. આ વીડિયો લેબનાનમાં એક રેફ્યુઝી કેમ્પની છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વીડિયોને અત્યાર સુધી 33500થી વધુ વખત જોઈ લેવામાં આવ્યો છે અને 1800થી વધુ વખત લાઈક કરવામાં આવી ચુક્યો છે. સોશિયલ મીડિયા પર લોકોની આ વીડિયો પર ખૂબ સારી પ્રતિક્રિયા આવી રહી છે. લોકોએ વીડિયો શેર કરતા જણાવ્યું છે કે તમે લાખો દિલ જીતી લીધા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter