GSTV
Home » News » ‘ઢોસા કિંગ’ રાજગોપાલનું હોસ્પિટલમાં મૃત્યુ, કર્મચારીની હત્યા મામલે આજીવન કેદની સજા ભોગવતા હતા

‘ઢોસા કિંગ’ રાજગોપાલનું હોસ્પિટલમાં મૃત્યુ, કર્મચારીની હત્યા મામલે આજીવન કેદની સજા ભોગવતા હતા

સરવાના ભવનનાં સંસ્થાપક પી.રાજગોપાલની ચેન્નઇની એક હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. તેમણે થોડા સમય પહેલા જ રાજગોપાલે આત્મસમર્પણ કર્યુ હતું. એક કર્મચારીનું અપહરણ કરીને તેમની હત્યા કરવાનો આરોપ હતો. જે આરોપમાં મદ્રાસ હાઇકોર્ટે તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. આ નિર્ણયને તેમણે સુપ્રિમ કોર્ટમાં પણ પડકાર્યો હતો. જો કે તેમને રાહત મળી નહોતી. સુપ્રિમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટનાં નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

આ પહેલા સુપ્રિમ કોર્ટે હત્યાનાં આરોપસર આજીવન કેદની સજા પામેલા દક્ષિણ ભારતીય વાનગીઓની સીરીઝ સરવાના ભવનનાં માલિકને સરેન્ડર કરવા માટે વધુ સમય આપવાથી ઇન્કાર કર્યો હતો. રાજગોપાલે 7 જુલાઇ સુધી આત્મસમર્પણ કરવાની જરૂર હતી. ન્યાયમૂર્તિ એન.વી.રમણની અધ્યક્ષતા વાળી ખંડપીઠે રાજગોપાલની અરજી ફગાવી દીધી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, આ મામલે તેમની સુનાવણી દરમિયાન તેમની બિમારીનો મુદ્દો ઉઠાવાયો નહોતો.

રાજગોપાલને વર્ષ 2001માં એક કર્મચારીની હત્યા માટે સજા આપવામાં આવી હતી.રાજગોપાલ પોતાની કંપનીનાં એક કર્મચારીની હત્યા કરીને તેની પત્ની સાથે લગ્ન કરવા માગતો હતો. મળતી માહિતી પ્રમાણે, રાજગોપાલ એક જ્યોતિષીનાં સૂચન પ્રમાણે તેમ મહિલાને પોતાની ત્રીજી પત્ની બનાવવા માગતા હતાં.

ઉચ્ચત્તમ ન્યાયાલયની એક બેન્ચે આ વર્ષે જ 29-માર્ચે રાજગોપાલ સહિત ન દોષિતોની અરજી ફગાવી દીધી હતી. તેમજ તેમને આજીવન કેદની સજા ફટકારવાનાં મદ્રાસ હાઇકોર્ટનાં નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે વર્ષ 2009માં આ હત્યાકાંડમાં રાજગોપાલ તેમજ અન્ય આઠ દોષિતોની દસ-દસ વર્ષની કેદની સજા વધારીને આજીવન કેદમાં ફેરવી નાખી હતી.

પી.રાજગોપાલે વર્ષ 1981માં પોતાનું પહેલું રેસ્ટોરન્ટ તે સમયે ખોલ્યું હતું. જ્યારે બહાર જમવાનું મહત્તમ ભારતીયો માટે અસામાન્ય વાત હતી. આ શ્રૃંખલામાં રેસ્ટોરન્ટ વિશ્વભરમાં ન્યુયોર્કથી લંડન સુધી જોવા મળે છે.

READ ALSO

Related posts

મંચ પર જઈ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા પડ્યા ભારે, રાજદ્રોહનો કેસ અને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

Mayur

આ રાજ્યની સરકારે નસબંધી કરવાનો ટાર્ગેટ આપ્યો, ટાર્ગેટ પૂર્ણ નહીં થાય તો પગાર કટ અથવા ફરજીયાત નિવૃતિ

Mayur

આ વ્યક્તિ મોદીને પણ પછાડી દેશે : હવે કહ્યું કે હું બિટલ્સ જેટલો લોકપ્રિય, 1 કરોડ લોકો આવશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!