GSTV

સાળંગપુરમાં શ્રદ્ઘાળુઓનું ઘોડાપુર : જૂઓ અહી બિરાજતા હનુમાજીનું મહાત્મ્ય

Last Updated on March 31, 2018 by

ચૈત્રી પૂનમ એટલે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ. દેશભરમાં હનુમાનજીના પ્રાગટ્ય દિવસની ધૂમધામ અને ભક્તિભાવથી ઉજવણી થાય છે. ગુજરાતમાં બોટાદ પાસે આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં વહેલી પરોઢથી જ ભક્તોનું ઘોડાપૂર આવ્યું. ભક્તોએ હનુમાનજીની મંગળા આરતી અને શણગાર આરતીના દર્શનનો લાભ લીધો. રાજ્યભરમાંથી ઉપરાંત દૂર દૂરથી ભક્તો સાળંગપુર ઉમટ્યા છે. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સાળંગપુરના હનુમાનજી ઘણું મહત્વ માનવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સંવત ૧૯૦૫ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં સંતો-વિદ્વાનો- વિદ્વાન બ્રાહ્મણો અને હરિભકતોને આમંત્રિત કર્યા હતા. ભવ્ય મહોત્સવમાં વેદોકતવિધિથી  કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામી પાસે પ્રતિષ્ઠાની આરતી ઊતરાવી હતી.

 

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!