GSTV
Home » News » કેન્સર પીડિત યુવતી તરણવીરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 4 વાર ઈંગ્લિશ ચેનલને કરી પાર

કેન્સર પીડિત યુવતી તરણવીરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 4 વાર ઈંગ્લિશ ચેનલને કરી પાર

એક અમેરિકન મહિલાએ મંગળવારે ઈંગ્લિશ ચેનલ(યુકે અને ફ્રાંસની વચ્ચેનો 21 માઈલનો દરિયા કિનારો)ને સતત ચાર વખત તરીને પાર કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. રિપોર્ટ અનુસાર સારા થોમસ (37) એ રવિવારે સવારે આ પડકારજનક તરણનો પ્રારંભ કર્યો હતો અને 54 કલાકથી વધુ સમય પછી મંગળવારે સવારે તે મંજીલ પર પહોંચી હતી.

Related image

ઓપન વોટર અલ્ટ્રા મેરેથોન તરણવીર સારાએ એક વર્ષ પહેલા તેના સ્તન કેન્સરની સારવાર લીધી હતી. તેમણે આ સ્વિમિંગ, કેન્સરથી બચેલા તમામ લોકોને સમર્પિત કર્યું હતું. આ સમય દરમિયાન સારા થોમસને તેના તરવાના છેલ્લા તબક્કામાં પાણીમાં જોરદાર ભરતી દ્વારા પાછળ ધકેલી દેવાતી હતી પરંતુ મંગળવારે સવારે સાડા છ વાગ્યે તેણે આ પડકાર પૂર્ણ કર્યો.

Image result for english channel distance swim

સારાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મને વિશ્વાસ નથી થતો કે અમે તેને પૂરી કરી લીધી છે. તેમણે જણાવ્યું કે આ યાત્રાનું સૌથી મુશ્કેલ હિસ્સો ખારા પાણીના કારણે થયેલ સમસ્યાઓ હતી.

તેમણે જણાવ્યું કે મારૂ દળ વાસ્તવમાં મારી મદદ કરવા અને મને મજબુત બનાવવાની ઘટનામાં ખુબ જ છે.

મહત્વનું છે તે ઈંગ્લિશ ચેનલને આ પહેલા ત્રણવાર વગર રોકાઈને ચાર તરણવીરોએ પાર કર્યો છે. સારાએ વગર રોકાયે ચોથીવાર આ કામ કર્યું છે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!