GSTV
Home » News » મમતાના માનીતા આઈપીએસ રાજીવ કુમારે ફરી સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો

મમતાના માનીતા આઈપીએસ રાજીવ કુમારે ફરી સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો

શારદા ચીટફંટ મામલે સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા  પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના માનીતા આઈપીએસ રાજીવ કુમારે ફરીવાર સપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેમણે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈની ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી છે. પોલીસ કમિશનર રાજીવ કુમારનું કહેવુ છે કે, સીબીઆઈ દ્વારા તેમના પર કથિત આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

ત્યારે સીબીઆઈનો આરોપ છે કે, રાજીવ કુમારે શારદા ચીટફંડના પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમમાં કરેલી અરજીમાં રાજીવ કુમારે સીબીઆઈ પર ગંભીર આરોપ પણ લગાવ્યો. રાજીવ કુમારનું કહેવુ છે કે, સીબીઆઈ ખોટી રીતે હેરાન કરી રહી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે  રાજીવ કુમારને મોટો ઝાટકો આપ્યો હતો.

કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લગાવવામાં આવેલી રોકને હટાવી અને સીબીઆઈને રાજીવ કુમારની પુછપરછ માટે મંજૂરી આપી હતી. કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કોઈપણ સમયે રાજીવ કુમારની પૂછપરછ કરી શકશે.  સાત દિવસમાં રાજીવ કુમારને આગોતરા જામીન નહીં મળે તો સીબીઆઈ તેમની કોઈપણ સમયે ધરપકડ કરી શકે છે. સીબીઆઈ શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે પુરાવા છુપાવાની કોશિશ અંગે રાજીવ કુમારની ધરપકડ કરી પૂછપરછ કરવા માગે છે. 

READ ALSO

Related posts

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur

Xiaomi ના નવા Mi A3 પહેલી સેલ આજે, શરૂઆતની કીંમત તમારા ખીસ્સાને અનુકૂળ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!