GSTV
Home » News » ધરપકડથી બચવા રાજીવ કુમાર CBI પકડથી દુર, શોધખોળ માટે વિશેષ ટીમની રચના કરાઈ

ધરપકડથી બચવા રાજીવ કુમાર CBI પકડથી દુર, શોધખોળ માટે વિશેષ ટીમની રચના કરાઈ

શારદા ચિટફંડ કેસમાં કોલકાતાનાં પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની ભાળ મેળવવા માટે સીબીઆઇની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. હકીકતે રાજીવ કુમાર વારંવાર સીબીઆઇનાં સમન્સને ટાળી રહ્યા છે. આ સાથે જ રાજીવ કુમારનો પતો મેળવવા માટે સીબીઆઇ અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે રાજીવ કુમારને ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યું છે, તેમ છતાં તેઓ હજુ સુધી હાજર થયા નથી.તેમની ભાળ મેળવવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

રાજીવ કુમારને એક મોટો ઝાટકો આપતા સીબીઆઇએ એગ બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ માટે કોલકાતાની એક કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. સીબીઆઇએ રાજીવ કુમાર વિરૂદ્ધ વોરંટ બહાર પાડવા માટે બારાસાત કોર્ટ સમક્ષ યાચિકા દાખલ કરી છે.

અધિકારીઓએ કહ્યું કે સીબીઆઇએ આ પગલુ ત્યારે ભર્યુ જ્યારે રાજીવ કુમાર છેલ્લા ચાર દિવસથી એજન્સીનાં 3 સમન્સનું સન્માન કરવામાં નિષ્ફળ રહ્યા હતાં. સીબીઆઇનાં ઉચ્ચ સૂત્રોએ જણાંવ્યું કે પશ્ચિમ બંગાળનાં રાજ્ય પોલીસ વડા એટલે કે ડિજીપીને પત્ર લખ્યા બાદ અમે ગઇકાલે રાજીવ કુમારનાં વકીલને પણ પત્ર લખ્યો હતો. તેમજ તેમને રાજીવ કુમારને તપાસમાં સહકાર આપવા માટે સૂચના આપવા જણાંવ્યું હતું. તેઓ આજે પણ અમારી સામે હાજર નથી થયા તેથી અમારી પાસે તેમની વિરૂદ્ધ સખત પગલા ભરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

મહત્વનું છે કે રાજીવ કુમાર ગત શુક્રવારથી લાપતા છે. સીબીઆઇએ શનિવારે તેમને પુછપરછ માટે હાજર થવા માટે જણાંવ્યું હતું, જો કે રાજીવ કુમાર ઉપસ્થિત થયા નહોતા.કોલકાતા હાઇકોર્ટે રાજીવ કુમારની વચગાળાની જામીન અરજી શુક્રવારે ફગાવી દીધી હતી. ત્યારબાદ રાજીવ કુમાર સાથે સીબીઆઇનો સંપર્ક નથી થતો.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!