GSTV

શારદા ચીટફંડ કેસ: દીદીના વિશ્વાસુ અધિકારી રાજીવ કુમાર CBI સમક્ષ થયા હાજર

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના વિશ્વાસુ આઈપીએસ અધિકારી રાજીવ કુમાર  શુક્રવારે સીબીઆઈ સમક્ષ હાજર થયા. તેઓ છેલ્લા ઘણા સમયથી સીબીઆઈની નોટિસની અવગણના કરી રહ્યા હતા. ત્યારે સીબીઆઈ દ્વારા કોલકત્તામાં રાજીવ કુમારની પૂછપરછ કરવામાં આવી.

આ પહેલા  સીબીઆઇએ રાજીવ કુમાર વિરૂદ્ધ શારદા ચીટફંડ કેસ મામલે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી. સીબીઆઇને આશંકા છે હતી કે, રાજીવકુમાર દેશ છોડીને જઇ શકે છે. આ સ્થિતિમાં ઇમિગ્રેશન એજન્સીઓને સતર્ક રહેવા જણાવાયું હતુ. રાજીવકુમાર પર આરોપ છે કે તેમણે ચીટફંડ કૌભાંડની તપાસ દરમિયાન પુરાવાઓ સાથે છેડછાડ કરી છે.

રાજીવ કુમારે સીબીઆની ધરપકડથી બચવા સુપ્રીમમાં આગોતરા જામીનની અરજી પણ કરી હતી. જોકે, સુપ્રીમે આ પ્રકારની અરજી મામલે સુનાવણી કરવા ઈનકાર કર્યો હતો. ત્યારે રાજીવ કુમારનો આરોપ છે કે, સીબીઆઈ ખોટી રીતે હેરાન કરી રહી છે.

Read Also

Related posts

અમદાવાદના આ 8 વિસ્તારમાં છે કોરોનાની દહેશત, જોખમ વધતા ડ્રોનથી દંવનો છંટકાવ

Pravin Makwana

14 તારીખથી વધુ લંબાઈ શકે છે લોકડાઉન, સરકાર કરી રહી છે વિચાર

Nilesh Jethva

કોરોનામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કર્યો આ આદેશ, જો કે આ રાહત પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!