GSTV
Bollywood Entertainment Trending

છેલ્લી ઘડી સુધી પોતાનો જીવ બચાવવા માંગતી હતી વૈભવી ઉપાધ્યાય : રિપોર્ટમાં દાવો

સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના માર્ગ અકસ્માતમાં આકસ્મિક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે ત્યારે તેમના મૃત્યુની તપાસ હજુ ચાલુ છે. આ તપાસમાં સામે આવ્યુ છે કે, 22 મેના રોજ હિમાચલ પ્રદેશમાં માર્ગ અકસ્માત દરમિયાન અભિનેત્રીએ બારીમાંથી પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ દરમિયાન તેને માથામાં ઈજા થઈ હતી. 3 મહિના પહેલા જ વૈભવીની સગાઈ જય ગાંધી સાથે થઈ હતી, તે તેના ફિયાન્સ સાથે 15 દિવસના વેકેશન હિમાચલ પ્રદેશ ગઈ હતી.

અભિનેતા જેડી મજેઠિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યુ હતુ કે,અભિનેત્રી ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા અને વૈભવી મંગેતર સાથે હિમાચલ પ્રદેશ જઈ રહી હતી. ટર્ન લેતી વખતે તેની કાર ખાડામાં પડી અને વૈભવીનો મંગેતર પણ કારમાં હતો, જે અકસ્માતમાં થોડો બચી ગયા હતા.

હવે આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે વૈભવીએ તેની કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન અભિનેત્રીએ ઈજાઓથી દમ તોડ્યો. એસપી કુલ્લુએ પણ પીટીઆઈને કહ્યું કે, “વૈભવીએ ગાડીની વિન્ડોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને તે કારણે અભિનેત્રીને માથામાં ઈજા પહોંચી હતી, જે તેના માટે જીવલેણ સાબિત થઈ. આ પછી, જ્યારે તેને બંજાર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યારે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.”

આ સિવાય કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વૈભવી ઉપાધ્યાયે કારમાં સીટ બેલ્ટ પહેર્યો નહોતો.

મહત્વનું છે કે, અભિનેત્રી વૈભવીના મૃતદેહનો બુધવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જેમાં તેનો પરિવાર અને ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સ હાજર રહ્યાં હતા. જેમાં અભિનેતા જેડી મજેઠિયા અને ગૌતમ રોડે સહિત અન્ય સેલેબ્સના નામ સામેલ છે. આવા જ કેટલાક સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV