સારા તેંડુલકરે ભાઈ અર્જુનની હાઇટ પર કરી મજાક, લખી આ વાત

19 વર્ષિય અર્જુન તેંડુલકર પોતાના પિતા સચિન તેંડુલકરના પદચિન્હો પર ચાલીને નાની ઉંમરમાં જ ક્રિકેટની પિચ પર ઉતરીને પોતાની કારકિર્દી ઘડવા ઉતરી ગયા છે, પરંતુ લાંબી હાઇટને પગલે પોતાના પિતાથી વિપરીત બેટિંગની જગ્યાએ બોલિંગને પસંદ કરી. હાલમાં તેમણે પોતાના અંડર-19 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરીને શ્રીલંકામાં તેમણે સારી બોલિંગ કરી હતી. તો થોડા દિવસ પહેલા રણવીર-દીપિકાની રિસેપ્શન પાર્ટીમાં પહોંચેલા અર્જુન તેંડુલકર પોતાની લાંબી હાઇટને પગલે ટ્રોલ થયા હતાં અને હવે તેની બહેન સારા તેંડુલકરે પણ તેના લાંબી હાઇટ પર મજાક કરીને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે.

સારાએ એક તસ્વીર પોસ્ટ કરીને અર્જુનની હાઇટ અંગે કરી મજાક

સોશિયલ મીડિયામાં પોતાને એક્ટિવ રાખતી સારા તેંડુલકરે પોતાના ભાઈ અર્જુનની 5 ફૂટ 10 ઈંચ હાઇટ પર પોતાના અંદાજમાં મજાક કરી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરીને સારાએ લખ્યું, “મને ખબર નથી કે અર્જુને આટલી ઉંચી હાઇટ ક્યાથી મેળવી છે?” ખરેખર, સચિનના પરિવારમાં બધાની હાઇટ સામાન્ય છે, પરંતુ સમયની સાથે યુવાન અર્જુનની હાઇટ વધી છે. સારાની આ પોસ્ટ પર અન્ય યૂઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એક યૂઝરે હસતા લખ્યું, “પરંતુ અર્જુનનો ચહેરો બિલકુલ સચિન સર જેવો આવે છે.’ બીજીતરફ અહેવાલ છે કે તેમણે હવે પોતાની આ પોસ્ટને હટાવી દીધી છે.

રણવીર-દીપિકાની રિસેપ્શન પાર્ટીમાં પણ અર્જુન થયા હતા ટ્રોલ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter