GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

હિરોઇનોને પણ ટક્કર મારે એવી ખૂબસૂરત છે સચિન તેંડુલકરની લાડલી, બોલીવુડ ડેબ્યૂને લઇને આવી છે ચર્ચા

સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલર 12 ઓક્ટોબરે પોતાનો 22મો જન્મદિવસ ઉજવી રહી છે. સારા પોતાના પિતાની સાથે કોઇને કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં નજરે આવે છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. તેવામાં તેની પોપ્યુલારિટીનો અંદાજો તમે લગાવી શકો છો. સારાના 22મા જન્મદિવસે અમે તમને તેના જીવન સાથે જોડાયેલા કેટલાંક તથ્યો વિશે જણાવીશુ.

સચિન અને અંજલિના બે બાળકો છે સારા અને અર્જૂન. સારા અર્જૂન કરતાં મોટી છે. સારાએ શરૂઆતનું શિક્ષણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મેળવ્યુ હતુ. આગળનો અભ્યાસ તેણે લંડનથી કરી રહી છે.

બાકી તમામ લોકોની જેમ સારાને તૈયાર થવુ, મિત્રો સાથે પાર્ટી કરવી, ફિલ્મો જોવી, ગીતો સાંભળવા ખૂબ જ પસંદ છે.

સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

સારાના ડ્રેસિંગ સેન્સની પણ ખૂબ પ્રશંસા થાય છે. કેટલીક તસવીરોમાં તે બોલીવુડની હિરોઇનોને પણ ટક્કર આપે છે.

એકવાર તો સારાના બોલીવુડ ડેબ્યૂને લઇને પણ ખબરો આવી ચુકી છે. જો કે સચિને આ ખબરોને ખોટી ઠેરવી છે.

એવી પણ ખબર આવી હતી કે સારા શાહિદ કપૂર સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

તે સમયે સચિન તેંડુલકરે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, સારા હાલ અભ્યાસમાં વ્યસ્ત છે. બોલીવુડમાં આવવાની ખબરો ફક્ત અફવા છે.

સારા સિવાય તેનો નાનો ભાઇ અર્જૂન પણ સતત ચર્ચામાં છે. અર્જૂન પોતાના પિતાની રાહ પર છે. અર્જૂન હાલ મુંબઇ અંડર 19માં ક્રિકેટ રમી રહ્યો છે.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!