GSTV

આ રીતે સારાએ ઉજવ્યો 25મો બર્થ ડે, શેર કરી ક્યુટ તસ્વીરો

સારા

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેનો 25મો જન્મદિવસ મનાવી રહી છે. અભિનેત્રીએ ગોવામાં પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે સામાન્ય અને સરળ સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. સારાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફુગ્ગાઓ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. સારાએ તેના બર્થડે કેકની તસવીર પણ શેર કરી છે. કેક જોઈને લાગે છે કે તેના ભાઈ ઇબ્રાહિમ તે કેક લાવ્યો હશે. તે કેકમાં લખ્યું હતું, ‘હેપ્પી બર્થ ડે અપ્પા જાન.’

સારાના બાળપણની તસવીર

અભિનેત્રી કરીના કપૂર ખાને સૈફ અલી ખાન સાથે સારાના બાળપણની તસવીર શેર કરી અને લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છા. ખૂબ પિઝા ખાઓ.

અભિનેત્રી સોહા અલી ખાને તેની ભત્રીજીની શુભેચ્છા પાઠવતા લખ્યું, ‘હેપી બર્થ ડે સારા બિયા. હંમેશા ચમકતી રહે. ખૂબ પ્રેમ.’

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાનના જન્મ દિવસે જ તેના પિતા સૈફ અલી ખાને જાહેરાત કરી હતી કે તેની બીજી પત્ની કરીના કપૂર ખાન બીજા સંતાનની માતા બનવાની છે. સારા અલી ખાન તેની પ્રથમ પત્ની અમૃતાસિંઘની દિકરી છે. સૈફ અલી ખાને તેના બીજા લગ્ન કરીના સાથે કર્યા હતા.

સારા અલી ખાન ટૂંક સમયમાં જ વરૂણ ધવન સાથે ‘કુલી નંબર 1’ અને અક્ષય કુમાર સાથે ‘અતરંગી રે’માં જોવા મળશે.

Read Also

Related posts

Income Tax પેયર્સ માટે રાહતના સમાચાર: ITR ભરવાની ડેડલાઈન વધી, હવે 30 નવેમ્બર સુધી કરી શકશો ફાઈલ

Mansi Patel

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!