GSTV
Home » News » પિતા સૈફની સામે જ સારાએ કહ્યું કે આ ઍક્ટર સાથે લગ્ન કરવાની ઇચ્છા છે

પિતા સૈફની સામે જ સારાએ કહ્યું કે આ ઍક્ટર સાથે લગ્ન કરવાની ઇચ્છા છે

તાજેતરમાં જ કૉફી વિથ કરણ સીઝન 6નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સૈફ અલી ખાન અને તેની દિકરી સારા અલી ખાન નજરે પડ્યાં. આવું પહેલીવાર બનશે જ્યારે કોઇ પિતા અને દિરકીની જોડી કોઇ ચેટ શૉમાં સાથે જોવા મળ્યાં હોય. શૉમાં બંને અનેક ખુલાસા કરશે. તાજેતરમાં જ શૉનો એક પ્રોમો આવ્યો છે જેમાં સારાએ એક રસપ્રદ વાત કહી. સારાએ કરણ જોહરના એક સવાલ ના જવાબમાં કહ્યું કે તે રણબીર કપૂરસાથે લગ્ન કરવા ઇચ્છે છે.

સારાનું આ નિવેદન એટલા માટે ચર્ચામાં છે કારણ કે રણબીર કરીનાનો પિતરાઇ ભાઇ છે. સારાની આ વાત સાંભળીને સૈફ અને કરણને પણ આશ્વર્ય થયું.

આ પ્રોમોમાં કરણે સૈફને પૂછ્યું કે, સારાના બૉયફ્રેન્ડને તે કયા 3 સવાલ સૌથી પહેલા પૂછશે. આ સવાલના જવાબમાં સૈફે કહ્યું કે, પૉલિટિકલ વ્યૂઝ અને ડ્રગ્સ. સૈફના કમેન્ટમાં કરણ વધુમાં કહે છે કે, પૈસા વિશે પૂછવું વધુ સારુ રહેશે, મે તો પહેલાં એ જ પૂછ્યુ હોત. તે બાદ સૈફ કહે છે કે, પૈસા હોય તો મારી દિકરી સાથે લગ્ન કરી શકે થે. તેના પર હસતા હસતા સારા કહે છે કે, આવું સાંભળવું મને ન ગમ્યુ.

સારાએ તેમ પણ જણાવ્યું કે તે કાર્તિક આર્યનને પણ ડેટ કરવા માગે છે. આ પ્રોમોમાં સારા અને સૈફ વચ્ચેની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે.

Related posts

ભાજપની જ પાંખે રૂપાણી સરકાર સામે માંડ્યો મોરચો, દાદાગીરીથી કોલેજ કરાવી બંધ

Mayur

આપણે નક્કી કરવાનું છે કે ગાંધી જોઈએ છે કે ગોડસે, કનૈયાકુમારે સરકારને ઝાટકી

Arohi

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુને 3 કરોડનો દંડ, સાળી પણ ભરાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!