સારા અલી ખાને પોતાના અંગત જીવન અંગે ઈન્ટરવ્યૂમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલીની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ વિવાદ હોવા છતાં બૉક્સ ઑફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. તાજેતરમાં સારા અલી ખાને અમર ઉજાલા ડૉટ કૉમ સાથે એક્સક્લૂઝીવ વાતચીત કરી હતી. સારાએ કહ્યું કે હું પોતાની પ્રથમ ફિલ્મને લઇને જેટલી ઉત્સાહથી ભરેલી હતી તેટલો જ મને ડર હતો કે આ ફિલ્મ દર્શકોને પસંદ આવશે.

ફિલ્મ જગતમાં કારકિર્દી શરૂ કરવાને લઇને કોઇ પણ ગભરાટથી દૂર રહેનારી નવોદિત અભિનેત્રી સારા અલી ખાનનું કહેવુ છે કે તે ઈચ્છતી નહોતી કે તેને એક સ્ટાર કિડ્સ તરીકે ઓળખવામાં આવે. જોકે, સારા ઈચ્છે છે કે તેને પોતાને “મમ્મીની દીકરી” તરીકે ઓળખવામાં આવે.

સારા કહે છે કે હું જ્યારે નાની હતી ત્યારે ઘરમાં જાહેરાત અથવા ગીતની એક્ટિંગ કરતી રહેતી હતી. મારા પિતા સૈફ અલી ખાન ઈચ્છતા હતા કે હું અત્યારે અભ્યાસ પૂર્ણ કરી દઉં. જોકે, મારું મંતવ્ય અલગ હતું. ફિલ્મમાંથી અમને ઘણુ બધુ શિખવા મળે છે. હું એક્ટિંગ કરીને ઘણુ બધુ શીખવા ઈચ્છુ છું. મને હંમેશા એક્ટિંગ કરવી પસંદ છે. કેદારનાથની સાથે મારું સપનું પૂર્ણ થયુ છે.

મને મારી માતા ખૂબ પસંદ છે, હું જે પણ કરુ છું તે બધુ તેમને પસંદ છે, પરંતુ તેણી એક માતા હોવાની સાથે-સાથે એક અભિનેત્રી પણ છે. તેઓ હંમેશા મને કહે છે કે હું હંમેશા એવુ કામ કરુ કે જે દર્શકોને સારું લાગે, કારણકે આપણે દર્શકો માટે જ છીએ. મારી માતા મને ઘણી સારી ટિપ્સ પણ આપે છે.

સુશાંતની સાથે કામ પર પૂછાયેલા પ્રશ્ન પર સારા કહે છે, સુશાંત એક સારા અભિનેતા છે. આ મારી પ્રથમ ફિલ્મ છે. મારા માટે આ બધુ નવુ છે. સુશાંતે મને શીખવામાં ઘણી મદદ કરી છે. મારી હિન્દી ખૂબ નબળી છે અને સુશાંતે મને હિન્દી શીખવાડવામાં ઘણી મદદ કરી છે. બિગ બૉસના ઘર અંગે પૂછાયેલા એક પ્રશ્ન પર તેઓ કહે છે કે તેણી દીપિકાને ઘણી પસંદ કરે છે અને તે શોને જીતી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter